Health Tips: ઇમ્યૂનિટિને મજબૂત કરવા ઇચ્છો છો? તો ડાયટમાંથી આ ફૂડને કરો દૂર, નહિ તો રોગપ્રતિકારક શક્તિ ઘટશે
કોરોનાના સંકટ વચ્ચે ઇમ્યૂન સિસ્ટમને લઇને લોકો વધુ જાગરૂક થયા છે. રિસર્ચ દ્રારા એ સાબિત થઇ ચૂક્યું છે કે, જેમની ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ હોય છે તેમના પર વાયરસનું આક્રમણ નથી થતું અથવા આવા લોકો સંક્રમિત થાય તો પણ રિકવર સળતાથી થઇ જતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે. તેવી જ રીતે કેટલાક લોકો ફૂડથી દૂરી બનાવી પણ જરૂરી છે કારણે તે ઇમ્યૂન સિસ્ટમને ડેમેજ કરે છે. તો ચાલો જાણીએ કેવા ફૂડ લેવાથી ઇમ્યૂન સિસ્ટમ લો થાય છે.
ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એ જાણવું પણ જરૂરી છે કે, કયા ફૂડનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડે છે.
ભોજનમાં નમકની વધુ માત્રા પણ ઇમ્યૂન સસ્ટમને નબળી પાડી દે છે. રિસર્ચમાં સાબિત થયું છે કે, વધુ માત્રામાં નમક લેવાથી રોગપ્રતિકારકશક્તિ ઘટે છે. બેકટેરિયા સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે.
સોડા અને એનર્જી ડ્રિન્ક પણ ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. તેથી આ સેવનથી પણ બચવું જોઇએ.
દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વધુ માત્રમાં દારૂનું સેવન ઇમ્યૂન સિસ્ટમને નબળી પાડી દે છે. જેમની ઇમ્યૂન સિસ્ટમ લો હોય છે. તેવી વ્યક્તિ પર વાયરસનું સંક્રમણ વધુ અસર કરે છે. તેથી તે વધુ બીમાર પડે છે.
જો આપ ઇચ્છતા હો કે હાલ મહામારીના સમયમાં આપની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રહે તો આ શકય હોય તેવી મીઠી વસ્તુનું સેવન પણ ઓછું કરવું જોઇએ. વધુ પ્રમાણમાં સ્વીટ લેવાથી પણ ઇમ્યૂન સિસ્ટમ લો થઇ જાય છે.
કેફિનનું વધુ પ્રમાણ પણ ઇમ્યૂનિટીને નબળી કરી દે છે. ઇમ્યૂનિટિ વધારવા માટે કેફિનનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. સૂતાના 6 કલાક પહેલા ક્યારેય કેફિનનું સેવન ન કરવું જોઇએ..