Amala Paul: સાઉથ એક્ટ્રેસ અમલા પોલ ગુજરાતના યુવક સાથે કરશે લગ્ન, ફેન્સને આપી સરપ્રાઇઝ
સાઉથ એક્ટ્રેસ અમલા પોલે અચાનક તેના ફેન્સને ચોંકાવી દીધા છે. અમલા પોલ ડિવોર્સ થયાના લગભગ છ વર્ષ પછી ફરીથી લગ્ન કરવા જઇ રહી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં અમલા પોલ તેના પતિથી છૂટાછેડાના લગભગ 6 વર્ષ પછી ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. અમલા પોલે હાલમાં જ તેના બોયફ્રેન્ડ જગત દેસાઈ સાથે લગ્ન કરવાની તૈયારી કરી લીધી છે. અમલાએ થોડા દિવસો પહેલા તેનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ ખાસ દિવસે જગત દેસાઈએ ઘૂંટણિયે પડીને અમલાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
અમલાએ જગતનું પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. જગતે તેને રિંગ પહેરાવી હતી. કપલે આ સુંદર પળોની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે
અમલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે આ ક્ષણોની તસવીરો શેર કરી છે. તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અમલા ગુલાબી રંગના જમ્પસૂટમાં ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે જ્યારે જગત દેસાઈ વાદળી જીન્સ અને સફેદ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે
જગત દેસાઈ અમલાની જેમ મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલો નથી. તે ગુજરાતનો રહેવાસી છે અને હોસ્પિટાલિટી કંપનીમાં સિનિયર અધિકારી તરીકે કામ કરે છે.
જગત હાલમાં ઉત્તર ગોવામાં રહે છે. જગતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દર્શાવે છે કે તે ફિટનેસને લઇને ખૂબ જ સજાગ છે
અમલાએ ડિરેક્ટર એએલ વિજય સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. અમલાએ વર્ષ 2014માં એએલ વિજય સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેઓએ વર્ષ 2017 માં ડિવોર્સ લીધા હતા.
રિપોર્ટ્સ અનુસાર, જગત દેસાઈ ગુજરાતના સુરતનો વતની છે. તેણે તેના શરૂઆતના વર્ષો ગુજરાતમાં વિતાવ્યા છે અને હાલમાં ગોવામાં રહે છે. તે એક કંપનીમાં સેલ્સના હેડ તરીકે કામ કરે છે.