Gina Lollobrigida Death:વિશ્વની સૌથી સુંદર એક્ટ્રેસ Gina Lollobrigidaની અદ્ભૂત તસવીરો
લોલો એક અભિનેત્રી હોવાની સાથે સાથે પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ અને નેતા પણ હતી. તેણીની લોકપ્રિયતા એટલી હતી કે પ્રિન્સ અને ઘણી પ્રખ્યાત હસ્તીઓ પણ તેના દિવાના હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિગીડાએ 50 અને 60ના દાયકામાં યુરોપિયન સિનેમામાં હલચલ મચાવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર જીનાએ પોતાની શરતો પર ખ્યાતિ હાંસલ કરી હતી.
લોલોબ્રિગીડાનું પણ ખાસ ભારતીય જોડાણ હતું. કરિશ્મા કપૂરનું ઉપનામ લોલો તેના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જીનાને 20મી સદીની મોનાલિસા કહેવામાં આવતી હતી.
હોલીવુડ સિનેમાના સુવર્ણ યુગના છેલ્લા પાંચ આંતરરાષ્ટ્રીય કલાકારોની યાદીમાં લોલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે 50 અને 60ના દાયકામાં યુરોપિયન સિનેમાની સૌથી મોટી સ્ટાર્સમાંની એક હતી.
જીના લોલોબ્રિગીડાનું ફિલ્મ જગત સાથે કોઈ જોડાણ નહોતું, છતાં તે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી.
જીનાના માતા-પિતા પાસે ફર્નિચરનું કામ હતું. પરંતુ પારિવારિક વ્યવસાયમાં જોડાવાને બદલે લોલોબ્રિગીડાએ શોબિઝની દુનિયામાં આવવાનું નક્કી કર્યું.