'પતિ સાથે રોજ 5 મિનિટ માટે સેક્સ માણો, સેક્સની કદી ના પાડવી નહીં', ટોચની મૉડલની સલાહ સામે હોબાળો...
ન્યૂયોર્કઃ અમેરિકાની જાણીતી મૉડલ કેપ્રિસ બૉરેટ (Caprice Bourret)ના એક નિવેદનથી હંગામો મચી ગયો છે. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં કેપ્રિસ બૉરેટે સેક્સ અને પતિ-પત્નીના સંબંધો પર પોતાનો મત રજૂ કર્યો છે. કેપ્રિસ બૉરેટની સલાહ લોકોને પસંદ નથી આવી અને મોટાભાગના લોકો તેની સલાહ સામે હોબાળો મચાવી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App49 વર્ષીય મૉડલ કેપ્રિસ બૉરેટનુ કહેવ છે કે મહિલાઓએ પોતાના પતિને સેક્સ માટે ક્યારેય ના પાડવી જોઇએ નહીં. તેને મહિલાઓને સલાહ આપી કે પોતાના પતિની સાથે નિયમિત રીતે યૌન સંબંધ બનાવી રાખો. આના માટે વધુ સમય કાઢવાની જરૂર છે, અને આ સ્ટ્રેસને દુર કરી છે.
OK મેગેજિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું- તમે એ નથી કહી શકતા કે માથામાં દુઃખાવો થાય છે, નહીં. આના માટે તમારે ફક્ત 5 થી 10 મિનીટ કાઢવાની છે. બે બાળકોના માં કેપ્રિસ બૉરેટે મહિલાઓને સલાહ આપી કે બેડરૂન સાથે જોડાયેલી કોઇપણ પ્રકારની ફરિયાદ ના કરો.
મૉડલ કહે છે કે પુરુષો બહુ જ ભોળા હોય છે, તેમને ખુશ કરવા આસાન છે. ખાવાનુ આપીને, પ્રસંશા કરીને અને સેક્સથી એકદમ આસાનીથી તેમનુ દિલ જીતી શકાય છે.
Mirror.co.ukમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, કેપ્રિસ બૉરેટે કહ્યું- પહેલા લૉકડાઉન દરમિયાન તે બહુજ એક્ટિવ અને ક્રિએટીવ હતી, પરંતુ બીજુ લૉકડાઉન મારા માટે તણાવપૂર્ણ રહ્યું. તણાવને દુર કરવામાં સેક્સ બહુજ કામ આવ્યુ. તેનુ કહેવુ છે કે સેક્સ વિના સંબંધો ખતમ થઇ જાય છે, અને તમારે તેને સાચવી રાખવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે કેપ્રિસ 2011માં ફાઇનાન્સર Ty Comfortને મળી હતી, બન્ને કોઇ કૉમન ફ્રેન્ડના મારફતે મળ્યા હતા. બન્નેએ વર્ષ 2019માં લગ્ન કરી લીધા, કપલના બે બાળકો છે, જેટ અને જેક્સ. કેપ્રિસે કહ્યું કે લગ્ન બાદ જિંદગી પ્રત્યેને નજરીયો પુરેપુરો બદલાઇ ગયો.
ઉલ્લેખનીય છે કે, મૉડલના આ ઇન્ટરવ્યૂની ખુબ નિંદા થઇ રહી છે, લોકો આ સલાહ સામે હોબાળો કરી રહ્યાં છે. UKના પ્રસિદ્ધ પત્રકાર બેલી મૂને કહ્યું કે મહિલાઓને આપવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી બેકાર સલાહ છે.