Anjali Arora: અંજલિ અરોડાનું આઉટફિટ્સ કલેક્શન છે ખુબ શાનદાર, સ્ટાઇલિશ દેખાવવા માટે તમે પણ કરી શકો છો ફોલો
Anjali Arora Outfits: કચ્ચા બાદામ ફેમ ગર્લ અંજલિ અરોડા પોતાના ડાન્સથી તો ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે, પરંતુ એક્ટ્રેસની ફેશન સેન્સ પણ લાજવાબ છે. તમે પણ અંજલિ અરોડાના આ આઉટફિટ્સને રિક્રિએટ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજલિ અરોડાનો દરેક અંદાજ જોઇને ફેન્સ કાયલ થઇ જાય છે, દરેક કોઇ તેને ડાન્સ માટે પસંદ કરે છે. સોશ્યલ મીડિયા પર તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉતાવળા રહે છે.
પાર્ટી માટે તમે આઉટફિટ્સ સર્ચ કરી રહ્યાં છો, તો અંજલિ અરોડાના આ લૂક્સને ફોલો કરી શકો છો. દરેકની નજર તમારા પર ટકી જશે. દરેક છોકરી પાર્ટીમાં સૌથી સુંદર દેખાવવા માંગે છે, આવામાં અંજલિ અરોડાનો આ લૂક તમે કૉપી કરી શકો છો.
એક્ટ્રેસના આ લૂકની વાત કરીએ તો તેને બ્લેક અને ટાઇગર પ્રિન્ટનું આઉટફિટ પહેરેલું છે, સાથે જ વાળને ખુલ્લા રાખ્યા છે, આ લૂકમાં એક્ટ્રેસ ખુબ બૉલ્ડ દેખાઇ રહી છે.
જો તમને બ્લૂ કલર પસંદ છે, તો અંજલિ અરોડાની જેમ બ્લૂ લૉન્ગ કૉટ ડ્રેસ ટ્રાય કરી શકો છો, આ રીતના ડ્રેસને તમે ખુદ પર રિક્રિએટ કરી શકો છો.
અભિનેત્રીના લૂકની વાત કરીએ તો, અંજલિ અરોડાએ બ્લૂ કલરનો ડ્રેસ કેરી કર્યો છે. સાથે જ આ લૂકને કમ્પલેટ કરવા માટે તેને વાળમાં ચોટલી બનાવી છે, અને મિનિમલ મેકઅપ કરેલો છે.
કચ્ચા બાદામ ગર્લ અંજલિ અરોડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, એક્ટ્રેસ અંજલિ અરોડા દરરોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે, અને ફેન્સને તે ખુબ પસંદ પણ આવે છે.