અનુષ્કા શર્મા પાસે બનારસીથી માંડીને ખાદી સુધીની સાડીનું છે કિંમતી કલેકશન જુઓ તસવીરો
અનુષ્કા શર્માનું ફિગર એવું છે કે, તેના પર દરેક આઉટફિટ સુંદર લાગે છે. પરંતુ વાત જ્યારે સાડીની આવે તો તેમની સુંદરતાના વખાણ માટે શબ્દો ઓછા પડે છે. અનુષ્કાના સાડી લૂકનો દિવાનો માત્ર વિરાટ જ નહી પરંતુ તેમના દુનિયાભરના ફેન્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા શર્મા તેના સાડી લૂકને લઇને તે કારણે પણ ચર્ચામાં રહે છે કારણ કે તે બ્લાઉઝ સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરે છે.
અનુષ્કા શર્માએ સગાઇમાં મરૂન વેલવેટ પર ગોલ્ડન વર્કની બોર્ડરવાળી સાડી પહેરી હતી. ફેન્સની સાથે સેલેબ્સે પણ આ લૂકની પ્રશંસા કરી હતી.
પ્રિયંકાના વેડિંગ રિસેપ્શનમાં અનુષ્કાએ નેટની સાડી કેરી કરી હતી. અનુષ્કાનો આ લૂક પણ ટોક ઓફ ટાઉન બની ગયો છે. તેમના બ્લાઉઝને પણ લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.
બનારસી વર્કવાળી અને ચમકીલી સાડી સિવાય તેમની પાસે ખાદીની સિમ્પલ સાડીનું પણ શાનદાર ક્લેકશન છે. ફિલ્મ ‘સૂઇ ધાગા’ના પ્રમોશન દરમિયાન અનુષ્કા શર્માએ વ્હાઇટ ખાદીની સાડી પહેરી હતી.. ફેન્સે તેમના આ સિમ્પલ લૂકની પણ ખૂબ પ્રશંસા કરી હતી.
અનુષ્કા પાસે ચંદેરી સાડીનું પણ કલેકશન છે. રો મેંગો કલરની ચંદેરી સાડીમાં લગ્ન બાદ અનુષ્કા એક ઇવેન્ટમાં જોવા મળી હતી. અનુષ્કાના આ લૂક બાદ આ સાડી પણ ખૂબ ડિમાન્ડમાં છે.
અનુષ્કા શર્માએ તેના વેડિંગ રિસ્પેશનમાં બનારસી સેલુ પહેર્યું હતુ.તેમના આ લૂકની બ્રાઇડસ કોપી કરે છે. તેમનું વેડિંગ રિસેપ્શન લૂક ખૂબ ચર્ચામાં રહ્યું હતું.
અનુષ્કા મોટાભાગની ઇવેન્ટમાં સાડીમાં જોવા મળે છે. તેમની પાસે સૌથી વધુ ફેશન ડિઝાઇનર સબ્યસાચીની સાડીઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -