Virat Kohli-Anushka Sharma Pics: પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ અનુષ્કા શર્મા, ક્યૂટ કપલની જુઓ તસવીરો
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક છે. બંને હંમેશા ચાહકો માટે કપલ ગોલ સેટ કરતા જોવા મળે છે. જ્યારે પણ ચાહકો અનુષ્કા-વિરાટને સાથે જુએ છે ત્યારે તેઓ ખુશ થઈ જાય છે. બંનેની તસવીરો વાયરલ થતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા. બંનેએ એક એરપોર્ટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
અનુષ્કા અને વિરાટ બંનેએ અહીં ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો હતો, બંનેનો એરપોર્ટ લૂકે ફેન્સનું દીલ જીતી લીધું
અનુષ્કા શર્માએ ડેનિમ શોર્ટ્સ સાથે ગ્રીન શર્ટ પહેર્યો હતો. તેણે સફેદ શૂઝ સાથે આ લુક પૂરો કર્યો. આ સિમ્પલ લુકમાં અનુષ્કા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
બીજી તરફ વિરાટ કોહલીના લુકની વાત કરીએ તો તેણે સફેદ ટ્રાઉઝર સાથે બેબી પિંક કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. વિરાટ આ લુકમાં હંમેશની જેમ કૂલ લાગી રહ્યો છે. તેણે ફોટોગ્રાફર્સને હસાવતા પોઝ પણ આપ્યા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી તે લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરવા જઈ રહી છે.
અનુષ્કાના કમબેકની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અનુષ્કા ભારતીય મહિલા ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે.