મલાઇકા અરોડા સાથે લગ્નનો સવાલ કરતા અર્જુન કપૂરે આપ્યું આવું રિએકશન, જાણો શું કહ્યું?
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તેમની લવ લાઇફને લઇને ચર્ચામાં છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોડાને ડેટ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રણ વર્ષ વિત્યા બાદ અર્જુન કપૂર મલાઇકાને અનેક વખત લગ્ન વિશે પૂછવામાં આવે છે. જો કે હાલ એક ઇન્ટરવ્યુમાં અર્જુન કપૂરે આ મુદ્દે ખુલ્લીને વાત કરી હતી.
અર્જુન કપૂરે કહ્યું કે, ‘હું એક તૂટેલા પરિવારથી છું. જો કે તેમ છતાં પણ હું લગ્નમાં વિશ્વાસ કરૂં છું. હું મારી આસપાસ અનેક ખુશહાલ મેરિડ લાઇફ જોવું છું. આ ખૂબ જ સારી વાત છે. જો કે તેનો અર્થ એવો નથી કે, હું પણ લગ્ન માટે ઝડપથી મેદાને ઉતરી જાઉં.જિંદગીમાં ઘણા ચઢાવ ઉતાર આવે છે, આ માટે રિલેશનશિપને સમય આપવો જોઇએ અને વિચારવું જોઇએ કે આ તમને ક્યાં સુધી લઇ જશે’
અર્જુન કપૂરે કહ્યું કે, ‘જ્યારે આપ મેચ્યોર હો અને ત્યારબાદ નિર્ણય લેતા હો તો અન્ય કોઇનું દબાણનો કોઇ ખાસ અર્થ નથી. કોઇ મને કેવી રીતે કહી શકે કે, મારે શું કરવું? લગ્ન માટે ફિલિગ્સ અંદરથી આવવી જોઇએ.
અર્જુન કપૂરે કહ્યું, ‘આપના નજીકના જે વિચારે છે. તે માત્ર તેમનો મત રજૂ કરે છે. નિર્ણય તો જાતે જ કરવાનો હોય છે. મારો પરિવાર અને મિત્રો હંમેશા મારી સાથે છે. તેઓ મને ખૂબ જ સહયોગ કરે છે. જો કે મને પરિવારમાંથી એવું દબાણ નથી કરતું કે પેલાએ આ કામ કરી નાખ્યું તું પણ આ કામ કર.