આ હોટ મોડલને સ્પોર્ટ્સ સુપર સ્ટાર સાથે સેક્સ માણીને ટેપ બનાવવા થઈ હતી કરોડોની ઓફર, જાણો કોણ છે આ સ્ટાર ?
સર્બિયાની મોડેલ Natalija Scekic એ એક ચોંકવાનારો ખુલાસો કર્યો છે. મોડલ નતાલિજા સિકિકે કહ્યું કે તેને વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ સાથે સેક્સ ટેપ બનાવવા માટે 60 હજાર યુરો ( 51,62,722 રૂપિયા)ની ઓફર કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુરોપિયન મેગેઝિન સ્વેટ એન્ડ સ્કેન્ડલ સાથેની વાતચીતમાં મોડલે જણાવ્યું છે કે, આ ડીલનો આખો હેતુ નોવાકના લગ્ન જીવનને બરબાદ કરવાનો હતો. આ સાચું છે કે મારો એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો. હું તેને પહેલાથી જાણતી હતી અને તેને ખૂબ ગંભીર પ્રોફેશનલ માનતી હતી. હું આ વ્યક્તિને લંડનમાં રહેતી ત્યારથી જાણતી હતી.
તેણે મને ડેટ વિશે પુછ્યું હતું અને મને લાગ્યું કે તે મારી સાથે બિઝનેસ વિશે વાત કરવા માગે છે. જો કે, ધીરે ધીરે મને સમજાયું કે આ મારી જિંદગી સાથે નહીં પરંતુ નોવાકનું જીવન બગાડવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.
મોડલે કહ્યુ, તેણે મને 60 હજાર યુરો અને જ્યાં પણ ટ્રીપ પર જવું હોય તે અંગે વાત કરી. હું હસી અને મને લાગ્યું કે આ મજાક હશે. પરંતુ તે આ વાતને લઈ ગંભીર હતો અને તે બાદ મેં મારી જાતને ખૂબજ અપમાનિત અનુભવી.
મોડેલે આગળ કહ્યું કે, હું તેની વાત સાંભળ્યા પછી ગુસ્સે થઈ ગઈ હતી. મને લાગ્યું કે હું તેના પર પાણી ફેંકી દવું, પરંતુ તે એક સાર્વજનિક સ્થળ હતું, તેથી મેં આવું કર્યું નહીં. મેં મારો સામાન ઉપાડ્યો અને ત્યાંથી નીકળી ગઈ.
હું આશા રાખું છું કે તેને આવી છોકરી નહીં મળે જે આવું કામ કરવાનું પસંદ કરશે કારણ કે તે નોવાક સાથે અન્યાય કહેવાશે.તેમણે વધુમાં કહ્યું કે, નોવાકની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તે આપણા દેશનો સૌથી મોટો બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક આદર્શ ફેમેલી મેન છે.
આ ખુલાસા પછી અન્ય મહિલાઓ પણ આ કામ માટે આગળ નહીં આવે તેવી અપેક્ષા છે.