Award Event: અવોર્ડ ફંકશનમાં અદિતિ રાવ હૈદરનો જોવા મળ્યો દેશી લૂક, જુઓ તસવીરો

અદિતિ રાવ હૈદરી, કાજોલથી લઈને હિના ખાન અને અવનીત કૌર ગઈકાલે રાત્રે એક એવોર્ડ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તમામ અભિનેત્રીઓનો લુક અદભૂત હતો. કેટલાક દેશી લુકમાં જોવા મળ્યા હતા જ્યારે કેટલાકે તેમના ગ્લેમરસ અવતારને ફ્લોન્ટ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'હીરામંડી' અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સુંદર જાંબલી રંગની સાડી પહેરીને એવોર્ડ ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે તેને મેચિંગ બ્લાઉઝ સાથે પેયર કર્યું હતું.

કાનમાં સોનાની બુટ્ટીઓ, હાથમાં મેચિંગ બંગડીઓ અને કપાળ પર બિંદી સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સમય દરમિયાન, તેણે તેના વાળની એક સિંપલ બ્રેડ બનાવી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કાજોલ બ્લેક કલરની ફુલ સ્લીવ્સ બોડીકોનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે સર્પાકાર હેરસ્ટાઇલ સાથે તેનો લૂ કમ્પલિટ કર્યો હતો.
અવનીત કૌર જાંબલી રંગના બોડીકોન બેહદ સુંદર દેખાતી હતી. લાંબી ગોલ્ડન ઇયરિંગ્સ તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહી હતી.
એલી અવરામ પણ આ ગોલ્ડન કલરના સ્લીવલેસ બોડીકોન આઉટફિટમાં ખૂબસૂરત દેખાતી હતી
આ ઈવેન્ટમાં હિના ખાને પણ જોવા મળી હતી. તેમણે કાળો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેની સાથે તેણે મેચિંગ બૂટની પેયર્સ બનાવી હતી. ખાસ વાત એ હતી કે આ દરમિયાન અભિનેત્રીનો નવો શોર્ટ હેર લુક જોવા મળ્યો હતો.
રાજકુમાર રાવ તેમની પત્ની પત્રલેખા સાથે પહોંચ્યા હતા. જ્યારે અભિનેતા ગ્રે સૂટમાં સારો દેખાઈ રહ્યો હતો, ત્યારે પત્રલેખા બ્લેક ડ્રેસ વિયર કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પ્રિયામણિ પણ લાલ ડ્રેસમાં ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. આ સાથે તેણે મેચિંગ હીલ્સ અને હેન્ડબેગ કેરી કરી હતી.
દિવ્યા દત્તાએ ગ્રીન કલરની સાડી કેરી કરી હતી. અભિનેત્રીએ તેના હાથમાં પોટલી બેગ સાથે ખૂબ પોઝ આપ્યા હતા.