બોરીમાંથી મળ્યો અભિનેત્રી રાઇમા ઇસ્લામાનો મૃતદેહ, પતિએ કબૂલ્યો ગુનો, પોલીસ તપાસમાં સામે આવ્યું આ ચૌંકાવનારૂ કારણ
બાંગ્લાદેશની અભિનેત્રી રાઇમા ઇસ્લામ શિમૂ થોડા દિવસથી લાપતા હતી. આજે તેનો મૃતદેહ બોરીમાંથી મળી આવ્યો અને પતિએ હત્યા કર્યાનું કબલ્યૂ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલિપુર બ્રીજની પાસે રાઇમાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના શરીરમાં જખ્મના નિશાન પણ જોવા મળ્યા છે. હત્યા બાદ તેનો મૃતદેહ પુલની નીચે ફેંકી દીધો હતો.
પતિ શેખાવતે પત્ની લાપતા હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે અભિનેત્રીના પતિ અન તેના ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.
પતિ શેખાવતે પૂછપરછ દરમિયાન હત્યાનો ગુનો કબૂલ્યો છે અને હત્યા પાછળ પારિવારિક કલહનું કારણ જણાવ્યું હતું. ધરપકડ બાદ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
45 વર્ષિય રાઇમાએ 1998થી ફિલ્મ બાર્તામાનથી તેમના કરિયરની શરૂઆત કરી હતી. તેમને ત્યારથી અત્યાર સુધીમાં 25 ફિલ્મમાં કામ કર્યું,. તે બાગ્લાદેશી ફિલ્મ આસિસ્ટન્ટ અસોશિએશનની સહયોગી સદસ્ય છે. તેમણે ટીવી નાટકમાં કામ કર્યું અને નિર્માણ પણ કર્યું