Jhanvi: 'મિલી' એક્ટ્રેસ જ્હાન્વી કપૂર એરપોર્ટ પર થઇ સ્પૉટ, ઓલ વ્હાઇટ લૂકમાં લૂંટી લીધા ફેન્સના દિલ
Janhvi Kapoor: બૉલીવુડ એક્ટ્રેસ કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'મિલી'ના પ્રમૉશનમાં બિઝી છે. હાલમાં એક્ટ્રેસને એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી હતી, આ દરમિયાન તેનો ઓલ વ્હાઇટ લૂકે ફેન્સના દિલ લૂંટી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરપોર્ટ પર જ્હાન્વીને જોઇને પૈપરાજીએ તેની જબરદસ્ત તસવીરો કેપ્ચર કરી હતી, આ દરમિયાન એક્ટ્રેસે પણ હંસી હંસીને પૉઝ આપ્યા હતા.
જ્હાન્વીએ આ દરમિયાન વ્હાઇટ કલરના સલવાર કમીજ પહેરેલુ હતુ. ઓલ વ્હાઇટ લૂકમાં તે સુંદર લાગી રહી હતી. તેને કાનોમાં ઝૂંમકા પહેરેલા હતા, અને મિનિમલ મેકઅપ કર્યો હતો, તેને પોતાના વાળોને ખુલ્લા રાખ્યા હતા.
જ્યારે કુર્તા લૂકની વાત કરવામાં આવે તો આમાં 'મિલી' એક્ટ્રેસ જ્હાન્વી કપૂરથી બેસ્ટ કોઇ ના હોઇ શકે. આ વખતે તેને પોતાના વ્હાઇટ કુર્તા દુપટ્ટા લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કર્યા હતા.
ફેન્સને જ્હાન્વી કપૂરનો સાદગીભર્યો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે, અને લોકો તેની તસવીરો પર જબરદસ્ત કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
સામાન્ય રીતે જ્હાન્વી કપૂરને તેના એથનિક લૂકમાં વધુ સ્પૉટ કરવાં આવે છે, અને તે તેના પર ખુબ શોભે છે.
બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘મિલી’ને લઇને ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર ‘મિલી’ નામની એક 24 વર્ષની નર્સિંગ ગ્રેજ્યૂએટ છોકરીનુ પાત્ર નિભાવી રહી છે, અને તેનુ સપનુ છે કે તે વિદેશ જઇને નોકરી કરે અને તેનુ આ સપનુ સાચુ પણ થવાનુ છે. ત્યારે તે પોતાની ઓફિસના ફ્રિઝર રૂમમાં ફંસાઇ જાય છે, જેનુ ટેમ્પરેચર માઇનસમાં છે. જ્હાન્વીની ફિલ્મ મિલી 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.