Bhabiji Ghar Par Hain: એમબીએ પાસ ગુલ્ફામ કલી બનવા ઇચ્છતી હતી શિક્ષક કે વકીલ, પછી આ રીતે થઇ એક્ટિંગમાં એન્ટ્રી ને બદલાઇ ગઇ જિંદગી, જુઓ........
મુંબઇઃ ભાભીજી ઘર પર હૈના દરેક પાત્ર અનોખા છે, પછી ભલે તે અંગુરી ભાભી હોય કે દરોગા હપ્પૂ સિંહ, અને આવુ જ એક અનોખુ પાત્ર છે ગુલ્ફામ કલીનુ, જેને છેલ્લા 6 વર્ષોથી ફાલ્ગુની રજની નિભાવી રહી છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશૉમાં આનુ પાત્ર એકદમ બૉલ્ડ અને ગ્લેમરસ છે, અને ગુલ્ફામ કલીના રૉલમાં ફાલ્ગુની રજનીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. શૉમાં તેના આ રૉલ વિશે તો દરેક લોકો જાણતા હશે, પરંતુ તેની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાતો કોઇ નહીં જાણતુ હોય. (તસવીરો- સોશ્યલ મીડિયા)
શૉમાં ભલે ગુલ્ફામ કલી વધુ ભણેલી ગણેલી નથી, પરંતુ આ પાત્રને નિભાવનારી ફાલ્ગુની રજની એમબીએ પાસ છે, અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે. મુંબઇમાં ઉછળેલી ફાલ્ગુની રજની હંમેશાથી જ શિક્ષક કે વકીલ બનવા ઇચ્છતી હતા, પરંતુ સંયોગ તેને એક્ટિંગના ક્ષેત્રમાં લઇ આવ્યો. (તસવીરો- સોશ્યલ મીડિયા)
ફાલ્ગુની માત્ર 11માં ધોરણમાં હતી, ત્યારે તેના પિતાનુ નિધન થઇ ગયુ હતુ, પરિણામે તેને ભણવાની સાથે સાથે કામ પર પણ ધ્યાન આપવુ પડ્યુ. તે અભ્યાસ કરવાની સાથે સાથે એક જ્વેલરી શૉમાં પણ કામ કરતી હતી. (તસવીરો- સોશ્યલ મીડિયા)
એકવાર કોઇ મિત્રના કારણે તે એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ગઇ હતી જ્યાં તેને પહેલીવાર એક્ટિંગ કરવાની ઓફર થઇ. તે સમયે ફાલ્ગુનીને આ કામની જરૂર હતી, તેને હા પાડી દીધી. બસ પછી શું થયુ ધીમે ધીમે ગાડી પાટા પર ચાલવા લાગી. (તસવીરો- સોશ્યલ મીડિયા)
ફાલ્ગુની રજનીએ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં કેમેરાને ફેસ કર્યો હતો, જેનુ નામ હતુ ગજ્જુભાઇ. આ ગુજરાતી ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઇ હતી. આ પછી તે નાના મોટા રૉલમાં દેખાવવા લાગી. (તસવીરો- સોશ્યલ મીડિયા)
તેની જિંદગી અસલમાં બદલાઇ 2015માં જ્યારે ફાલ્ગુની રજનીને ભાભીજી ઘર પર હૈમાં ગુલ્ફામ કલીનો રૉલ ઓફર થયો. આ શૉ અને આ પાત્રએ રાતો રાત ફાલ્ગુની રજનીને સુપરસ્ટાર બનાવી દીધી. (તસવીરો- સોશ્યલ મીડિયા)