Namrita Malla: ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ કર્યો જોરદાર Belly Dance, તમે પણ જોઇને કહેશો વાહ !
Namrita Malla: ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા એક શાનદાર ડાન્સર છે, અને પોતાની ડાન્સ સ્કિલ્સથી તે બૉલીવુડના મોટા મોટા નામોને માત આપતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ નમ્રતા મલ્લાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેલી ડાન્સ કરતી દેખાઇ રહી છે.
સિલ્વર કલરના આઉટફિટમાં નમ્રતા એકદમ સુંદર લાગી રહી છે, અને ડાન્સની વાત કરીએ તો આ વીડિયોમાં બેલી ડાન્સ ક્વિન નોરા ફતેહીને ટક્કર આપી રહી છે.
નમ્રતા મલ્લાનો આ વીડિયો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરતા જ આના વ્યૂઝ લાખોમાં આવી ગયા છે.
સાથે જ ફેન્સ તેના ડાન્સની જોરદાર પ્રસંશા કરી રહ્યાં છે. એક ફેને કૉમેન્ટ કરતાં લખ્યું- તમારી કમરની મૂવ્સ શાનદાર છે, તો બીજાએ તે આ ડાન્સ સ્ટાઇલમાં ખુબ માહિર લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભોજપુરી સિનેમામાં હૉટનેસનો તડકો લગાવનારી નમ્રતા મલ્લા દિલ્હીની રહેવાસી છે. તેને ભોજપુરી, હરિયાણી અને પંજાબી ગીતોમાં કામ કર્યુ છે.