બિગ બૉસ ઓટીટીમાં પહેલા જ દિવસે તહેલકો મચાવનારી કન્ટેસ્ટન્ટ શમિતા શેટ્ટીની હૉટ તસવીરો વાયરલ, જુઓ.....
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની નાની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ બિગ બૉસ ઓટીટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી છે, જ્યાં શમિતા શેટ્ટી અને શૉના બીજા કન્ટેસ્ટન્ટ પ્રતિક સહજપાલની વચ્ચે જોરદાર ચરસાચરસી જોવા મળી. શમિતા શેટ્ટીની ઘરમાં એન્ટ્રી બાદ સોશ્યલ મીડિયા પર તેની હૉટ તસવીરો વાયરલ થવાની શરૂ થઇ ગઇ છે. ફેન્સ આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓટીટી પર બિગ બૉસ શૉને શરૂ થયે હજુ બે દિવસ જ થયા છે અને અત્યારથી ઘરમાં લડાઇ ઝઘડા શરૂ થઇ ગયા છે. ઘરમાં ખાવાને લઇને જબરદસ્ત ઝગડો થયો જેમાં શમિતા શેટ્ટી ખુદ પણ કુદી પડી. ઘરમાં તો તેનુ રૌદ્ર રૂપ બધાએ જોયુ, પરંતુ તેની આ તસવીરોએ ફેન્સને ઘાયલ કરી દીધા છે.
શમિતા શેટ્ટી અહીં કોઇ સુંદર જગ્યા પર ચીલ કરતી દેખાઇ રહી છે. ઓરેન્જ કલરની મોનોકનીમાં તેનો આ હૉટ અંદાજ કોઇને પણ ઘાયલ કરી દેશે.
આ તસવીરોને જોઇને અંદાજ લગાવી શકાય છે કે તેને સ્વીમિંગ ખુબ પસંદ છે, કેમ કે તેને હંમેશા પાણીમાં મસ્તી કરતી જોઇ શકાય છે.
સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો ખુબ પસંદ કરવામાં આવી રહી છે. બ્લેક વન પીસમાં પેન્સિલ હિલ બ્લેક સેન્ડલની સાથે શમિતા શેટ્ટી અહીં ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
અને આ લૂકનુ તો શું કહેવુ, ડાર્ક બ્લૂ ઓફ શૉલ્ડર ડ્રેસની સાથે પૉઝ આપતી શમિતાની સુંદરતા જોવા લાયક છે.
વેસ્ટર્ન જ નહીં શમિતા શેટ્ટીનો ઇન્ડિયન લૂક પણ ખુબ આકર્ષક છે. આ તસવીરોમાં તે પોતાની બહેન શિલ્પા શેટ્ટીથી કમ સુંદર નથી દેખાઇ રહી.
શમિતા શેટ્ટીનુ નામ છેલ્લા કેટલાય દિવસોથી બહેન શિલ્પા શેટ્ટી અને જીજા રાજ કુન્દ્રાના કારણે પણ ચર્ચામાં રહ્યું. તેને એ કહીને ટ્રૉલ કરવામાં આવી કે તે બહેન અને જીજાના પૈસા પર જીવે છે. જોકે, એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું હતુ કે તે પોતાનો ખર્ચ ખુદ ઉઠાવે છે.
ઉલ્લેખનીય છે કે શમિતા શેટ્ટીના જીજા અને બિઝનેસમેન રાજ કુન્દ્રા અશ્લીલ વીડિયો બનાવવા અને તેને અપલૉડ કરવાના કેસમાં પોલીસ કસ્ટડીમાં છે.