Bhagyashree PHOTO: વ્હાઈટ ટોપ અને ડેનિમ જીન્સમાં ભાગ્યશ્રીનો કાતિલ અવતાર
Bhagyashree PHOTO: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રીને કોણ ભૂલી શકે છે. આજે 50 વટાવી ચૂકેલી ભાગ્યેશ્રી સુંદરતામાં ન્યૂ કમર્સને પણ ટક્કર આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ઘણા વર્ષો સુંધી ફિલ્મોથી અંતર રાખ્યું હતું. પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી રહી હતી.
ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.
શાનદાર અભિનેત્રી હોવા છતાં ભાગ્યશ્રી ઘણા સમય સુધી ફિલ્મોથી દૂર રહી હતી. હવે ફરી ભાગ્યેશ્રી ફિલ્મોમાં કામ કરવા લાગી છે.
તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હિમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તે દીકરા અભિમન્યુ અને દીકરી અવંતિકાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી. ભાગ્યશ્રીનો મોટો દીકરો અત્યારે 27 વર્ષનો ત્યારે દીકરી 23 વર્ષની છે.
ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના પરવર્ધન રાજઘરાનાથી સંબંધ રાખે છે.
એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે, તે હંમેશા માટે યુવાન બની રહેવાનું રાજ 'મનની શાંતિ' અને આનંદ છે. તે નિયમિત યોગા અને એક્સરસાઇઝ પણ કરે છે.
આ તસવીરોમાં 54 વર્ષીય આ અભિનેત્રી એકદમ યુવા દેખાઇ રહી છે, એટલે કે 27 વર્ષની લાગી રહી છે. દરેક ફોટોમાં તે હૉટ અદાઓ સાથે નજર આવી રહી છે.