Aamir Khan-Kiran Rao divorce: આમિર ખાન - કિરણ રાવની આ તસવીરો તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય
15 વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવે છૂટાછેડાની જાહેરાત કરી છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદનમાં આ વાતની જાહેરાત કીર છે કે હવે બન્નેના રસ્તા અલગ થઈ રહ્યા છે. બન્ને હવે પોતાનું જીવન પતિ-પત્નીના બદલે અલગ અલગ જીવશે. આ સમાચાર ફેન્સ માટે ચોંકાવનારા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિર ખાન અને કિરણ રાવે પોતાના નિવેદનમાં લખ્યું, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અ ખુશી શેર કર્યા છે. મારા સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા માગીએ છીએ. પતિ-પત્ની તરીકે નહીં, પરંતુ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે કેટલાક સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપવામાં સહજ અનુભવીએ છીએ.’
તેમણે આગળ લખ્યું, ‘અમે બન્ને અલગ અલગ રહેવા છતાં અમારા જીવનને એક વિસ્તારિત પરિવાર તરીકે શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પતિ માતા-પિતા છીએ, જેનું પાલન-પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, પાણી ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ પર સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું, જેના વિશે અમે બન્ને દીલથી ચિંતા કરીએ છીએ.
અમારા સંબંધને નિરંતર સપોર્ટ અને સમજવા માટે અમારા પરિવારો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેના વગર અમે આ નિર્ણય લેવામાં આટલું સુરક્ષિત અનુભવતા ન હોત. અમે અમારા શુભચિંતકો તરફથી શુભકામના અને આશીર્વાદની આશા રાખીએ છીએ અને આશા કરીએ છીએ કે અમારી જેમ જ આ છૂટાછેડા એક અંત તરીકે નહીં પણ એક નવી શરૂઆત તરીકે જોશો.
આમિર ખાન અને કિરણ રાવની મુલાકાત ફિલ્મ લગાનના સેટ્સ પર થઈ હતી. બન્નેને પ્રેમ થયો અને બન્નેએ 28 ડિસેમ્બર 2005માં લગ્ન કરી લીધા. સરોગેસીની મદદથી બન્નેને ઘરે દીકરો આવ્યો. 15 વર્ષના આ લગ્નમાં કિરણ અને આમિરે અનેક ઉતાર ચડાવ જોયા અને અનેક પડકારનો મળીનો સામનો કર્યો. કિરણ પહેલા આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)