Laal Singh Chaddha જ નહીં, પરંતુ આ ફિલ્મોનો પણ કરાયો હતો બહિષ્કાર, જાણો કઈ-કઈ ફિલ્મો છે યાદીમાં
હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેનો ઉગ્ર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ઘણી હિન્દી ફિલ્મોનો આ રીતે બહિષ્કાર કરવામાં આવ્યો હોય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછપાકને દીપિકા પાદુકોણની કારકિર્દીની સૌથી દમદાર ફિલ્મ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને વિવાદાસ્પદ વાતાવરણમાં દીપિકાની જેએનયુની મુલાકાત પસંદ ન પડી અને તેની ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો.
પદ્માવત વર્ષ 2018માં રિલીઝ થયેલી હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ છે, પરંતુ કરણી સેનાના ભારે વિરોધને કારણે આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ થયો હતો.
બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર દ્વારા ભૂતકાળમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનોને જોતા તેની ફિલ્મ તુફાનનો પણ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર રામ-લીલા ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જો કે આ ફિલ્મને પણ તેના ટાઇટલના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં જ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજનો પણ સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેની અસર અક્કીની આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર સ્પષ્ટપણે જોવા મળી હતી.
દીપિકા પાદુકોણની ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. વિરોધીઓ માનતા હતા કે, આ ફિલ્મમાં મસ્તાનીના પાત્રને માત્ર નૃત્યાંગના તરીકે દર્શાવવામાં આવ્યું છે, જ્યારે તે બાજીરાવની બીજી પત્ની હતી.