Ira-Nupur Wedding: ગોલ્ડન ડિઝાઇનર આઉટફિટમાં ખૂબ સુંદર લાગી આયરા ખાન, નૂપુરે પહેરી શેરવાની
Ira Khan Wedding: આમિર ખાનની દીકરી આયરા ખાને લગ્ન કરી લીધા છે. તેણે 3 જાન્યુઆરીએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોર્ટ મેરેજ બાદ નૂપુર અને આયરાએ બહાર આવીને મીડિયાને પોઝ આપ્યા હતા.
આયરા અને નુપુરની તસવીરો વાયરલ થઈ રહી છે. નૂપુરે બ્લૂ કલરની શેરવાની પહેરી હતી
આયરાના લુક વિશે વાત કરીએ તો તેણે બ્લૂ બ્લાઉઝ સાથે ગોલ્ડન સલવાર પહેર્યો હતો અને તેને બે દુપટ્ટા પેર કર્યા હતા.
કોર્ટ મેરેજ બાદ આયરા અને નુપુરે પરિવાર સાથે પોઝ આપ્યો હતો.
ફોટોમાં આમિર ખાન, કિરણ રાવ, રીના દત્તા, આઝાદ અને જુનૈદ જોવા મળ્યા હતા.
આયરાએ તેના બંને ભાઈઓ સાથેના ફોટા શેર કર્યા છે. જુનૈદે ગ્રે કલરનો સૂટ પહેર્યો હતો. જ્યારે આઝાદે વાદળી રંગનો ફોર્મલ સૂટ પહેર્યો હતો.
આયરા અને નુપુરના કોર્ટ મેરેજ થયા છે. હવે આ કપલ પરિવાર સાથે ઉદયપુર જવા રવાના થશે.
આયરાના પરિવાર સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.