In Pics: જાણો કોણ છે બૉલીવુડનો સૌથી મોંઘો એક્ટર, એક ફિલ્મ માટે લે છે આટલી તગડી ફી........
In Pics: બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સૌથી મોંઘી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે, અને આનુ કારણ છે અભિનેતાની ફી અને તેની ફિલ્મોનુ બજેટ. સલમાન, શાહરૂખ, અક્ષયથી લઇને આમિર ખાન સુધીનાની ફી એટલી બધી છે કે ક્યારેક ક્યારેક ફિલ્મના બજેટથી વધુ આ અભિનેતાઓની ફી લાગે છે. જાણો બૉલીવુડના ચર્ચિત કલાકારો વિશે, તેઓ એક ફિલ્મની કેટલી તગડી ફી વસૂલે છે...........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષય કુમાર બૉલીવુડનો એકમાત્ર એવો એક્ટર છે, જેની દર વર્ષે 4-5 ફિલ્મો રિલીઝ થાય છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર દરેક ફિલ્મનો તે 117 થી 135 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
બૉલીવુડનો હેન્ડસમ હન્ક ઋત્વિક રોશન હાલના સમયમાં એક ફિલ્મ માટે 75 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી રહ્યો છે.
શાહરૂખ ખાન બૉલીવુડનો બાદશાહ કહેવાય છે. આવામાં માની શકાય કે તેની ફી પણ મામૂલી નહીં હોય. રિપોર્ટ્સનુ માનીએ તો પોતાની આગામી ફિલ્મ પઠાણ માટે શાહરૂખ ખાને 100 કરોડ રૂપિયા ફી વસૂલી છે.
આમિર ખાન જલ્દી લાલ સિંહ ચઢ્ઢામાં દેખાશે. વળી આની ફીની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે 75-80 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
સલમાન ખાનની ફીની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે એક ફિલ્મના 70-75 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.