Aditi Rao Hydari Siddharth Wedding: અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા, જુઓ તસવીરો
Aditi Rao Hydari-Siddharth Wedding: સાઉથ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીએ પોતાના પ્રેમી સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે અદિતિ રાવ હૈદરીએ થોડા મહિના પહેલા જ અભિનેતા સિદ્ધાર્થ સાથે સગાઈ કરી હતી અને ત્યારથી ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે તેણે સોશિયલ મીડિયા પર તેના લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. અદિતીએ શેર કરેલી તસવીરોમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે બંનેએ આ વર્ષે માર્ચમાં સગાઈ કરી હતી અને હવે લગ્ન કર્યા બાદ તેઓ સાત જન્મ માટે એકબીજાના બની ગયા છે.
લગ્નની તસવીરોમાં કપલ પરંપરાગત પોશાકમાં જોવા મળે છે. પોતાના લગ્નની તસવીરો શેર કરતા અભિનેત્રીને ફેન્સ અને ચાહકો શુભેચ્છાઓ આપી રહ્યા છે.
આ તસવીરો સામે આવતા જ ચાહકો પણ આ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે કેવી રીતે કપલે ખૂબ જ સાદા અને સિમ્પલ અંદાજમાં લગ્ન કર્યા છે.
બંનેએ પરંપરાગત સાઉથ આઉટફિટ પહેર્યા છે, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. જ્યારે અભિનેત્રીએ અદ્ભુત લહેંગા કમ સાડી પહેરી છે, ત્યારે તેના પતિ સિદ્ધાર્થે સાદો સફેદ કુર્તો અને લુંગી પહેરી છે. (તમામ તસવીરો અદિતી રાવ હૈદરી-ઈન્સ્ટાગ્રામ)