Extortion Case માં એક્ટ્રેસ Jacqueline Fernandez ની મુશ્કેલી વધી, ED એ મુંબઈ એરપોર્ટ પર અટકાવી
Jacqueline Fernandez News: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર અટકાવી છે. જેકલીન વિરુદ્ધ દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં કેસ નોંધાયેલ છે. સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીનનું નામ સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App200 કરોડની ખંડણીના કેસમાં EDએ તેની સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે, જેના પછી અધિકારીઓએ તેને એરપોર્ટ પર રોકી છે. તે દેશની બહાર એક શો માટે જઈ રહી હતી. જોકે, તેને કસ્ટડીમાં લેવામાં નથી આવી.
EDએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે ઠગે જેકલીન ફર્નાન્ડિસને 10 કરોડ રૂપિયાથી વધુની કિંમતની મોંઘી ભેટ મોકલી હતી. EDએ તેની પ્રથમ ચાર્જશીટમાં સુકેશ ચંદ્રશેખરને રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં મુખ્ય આરોપી બતાવ્યો હતો. ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત ડાન્સર નોરા ફતેહીનું નામ પણ સામેલ છે.
અગાઉ, દિલ્હીની એક કોર્ટે શનિવારે 200 કરોડ રુપિયાના મની લોન્ડરિંગના એક કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની, અભિનેત્રી લીના મારિયા પોલ અને 6 અન્ય વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટ પર નોંધ લીધી હતી. (તમામ તસવીરો જેકલિન ફર્નાન્ડિઝ ઈન્સ્ટાગ્રામ)