IN PHOTOS: મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં કિઆરા અડવાણીએ કર્યો શાનદાર ડાન્સ, જુઓ તસવીરો
WPL Opening Ceremony: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ પહેલા રંગારંગ ઉદ્ઘાટન સમારોહ ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીની શાનદાર શરૂઆત થઈ હતી. બોલિવૂડ અભિનેત્રી કિઆરા અડવાણીએ ઓપનિંગ સેરેમનીમાં પહેલું પરફોર્મન્સ આપ્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી કિઆરા અડવાણીએ મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં ખૂબ જ શાનદાર પર્ફોર્મન્સ આપી બધાને વિચારતા કરી દિધા હતા. તેણે પોતાની સ્ટાઈલથી ચાહકોને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા.
મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ કિઆરા અડવાણી ઉપરાંત ઘણી હસ્તીઓ પરફોર્મ કરવાની છે. તે જ સમયે, આ પ્રસંગે ચાહકોની ભારે ભીડ હાજર છે.
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી મુંબઈ ખાતે રમાઈ રહી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)