પાયલ ઘોષે બોલી- અનુરાગ કશ્યપ એડલ્ટ ફિલ્મ જોવા લાગ્યા, કપડાં કાઢીને મારી સામે નગ્ન થઇ ગયા ને પછી.....
મુંબઇઃ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર ફરી એકવાર ગંભીર આરોપો લગાવ્યા છે. તેને કહ્યું અનુરાગ કશ્યપ તેની સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી, તે મારી પાસે ન્યૂડ થઇ ગયા હતા અને તેની સાથે અતરંગ થવાની કોશિશ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાયલે કહ્યું- અનુરાગ કશ્યપે કહ્યું મે જે અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે તે ફક્ત એક કૉલથી મારી સાથે આવા તૈયાર છે. હુ ત્યાંથી ભાગી. ત્યારપછી હું તેમને ક્યારેય નથી મળી. તેમને ઘણીવાર મને મળવાનુ કહ્યું. હું આજે પણ તે ઘટના નથી ભૂલી શકી, અને તે બહુ પરેશાન કરે છે.
પાયલે કહ્યું- અનુરાગ તે સમયે બૉમ્બે વેલવેટમાં કામ કરી રહ્યાં હતા, તેને એ પણ કહ્યું કે, છોકરીઓ રણવીર કપૂર સાથે એક ફિલ્મ કરવા માટે તેની સાથે સુવવા પણ તૈયાર થઇ જાય છે. ત્યારપછી અનુરાગ કશ્યપે એડલ્ટ ફિલ્મ જોવાનુ શરૂ કર્યુ, હુ ડરી ગઇ, ત્યારબાદ તે અચાનક મારી સામે ન્યૂડ થઇ ગયા, મને મારા કપડાં કાઢવાનુ કહ્યુ, મે કહ્યું સર, હુ કન્ફોર્ટેબલ નથી.
પાયલે આગળ કહ્યું કે આ વખતે તેને મને તેના ઘરે બોલાવી, તે સ્મૉકિંગ કરી રહ્યાં હતા, હું ત્યાં બેસી હતી. થોડીવાર પછી તે મને બીજા રૂમમાં લઇ ગયા, ત્યાં તેની પત્ની કલ્કિ કોચલિનની કેટલાક જુતા હતા, તેમને મને જુતા બતાવતા કહ્યું કે મારી પત્ની અમેરિકા જતી રહી છે, તે મારાથી નારાજ છે.
પાયલે જણાવ્યુ કે તેના બે ત્રણ દિવસ બાદ તે ફરીથી અનુરાગ કશ્યપને મળી ત્યારે આ ઘટના ઘટી હતી.
પાયલે ઘટના વિશે વાત કરતા કહ્યું- હું તેમની યારી રોડ સ્થિત ઓફિસમાં મળવા ગઇ હતી, ત્યાં તે કોઇ બીજા સાથે વાત કરી રહ્યા હતા એટલા પાછી આવી ગઇ. બીજા દિવસે તેમને મને કહ્યું હું કંઇપણ એવુ ના પહેરુ કે હુ અભિનેત્રી લાગુ. હુ સલવાર કમીઝમાં તેમને મળવા ગઇ. તેમને મારા માટે ખાવાનુ બનાવ્યુ અને મારી પ્લેટ પણ ઉઠાવી. હું થોડીવાર પછી ત્યાંથી ચાલી ગઇ, પરંતુ ફરીથી મેસેજ કરીને મને આવવાનુ કહ્યું, તો મે ના પાડી દીધી. કેમકે મોડુ થઇ ચૂક્યુ હતુ. પછી મને પુછ્યુ કે મારી સાથે કોણ રહે છે.
પાયલે કહ્યું મે ઘણીવાર આ વિશે બોલાવાનુ વિચાર્યુ પણ મારા પરિવાર અને મારા નજીકના મિત્રોએ મને ચુપ રહેવા કહ્યું જેથી ભવિષ્યમાં મને કોઇપણ પ્રકારની સમસ્યા ના નડે. પરંતુ આપણે એવા લોકોની વાત કરવી જોઇએ જે પોતાની પૉઝિશનનો દુરપયોગ કરે છે.
અભિનેત્રીએ વર્ષ 2014માં થયેલી ઘટના અંગે ખુલાસો કર્યો, પાયલે કહ્યું કે જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે 2014માં મારી સાથે જાતિય સતામણી કરી હતી. નિર્દેશકે તેને કહ્યું કે જે છોકરી તેની સાથે કામ કરે છે, તે તેની સાથે ગાલા ટાઇમ વિતાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -