Radhika Madan Photo: સ્કાય કલરના વનપીસમાં અપ્સરાથી કમ નથી લાગી રહી રાધિકા મદાન, જુઓ ફોટો
પિંકવિલા સ્ટાઈલ આઈકોન એવોર્ડ્સમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રતિષ્ઠિત કલાકારોએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ રાધિકા મદાન પણ પહોંચી હતી. રાધિકાએ પોતાના સુંદર અને ગ્લેમરસ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાધિકાએ આ એવોર્ડ ઈવેન્ટમાં સ્કાય કલરના શોર્ટ ડ્રેસમાં હાજરી આપી હતી. આ લુકમાં રાધિકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ એવોર્ડ ઈવેન્ટમાં રાધિકાને મોસ્ટ સ્ટાઈલિશ મેવેરિક સ્ટારનો એવોર્ડ મળ્યો હતો. તેણે સ્કાય કલરની નેટેડ વન પીસ પહેરી છે. આ લુકમાં તેણે ફોટોશૂટ પણ કરાવ્યું છે, જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે.
રાધિકાનો આ સ્ટાઇલિશ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેણે સ્કાય ડ્રેસ સાથે વાદળી હાઈ હીલ્સ પહેરી હતી અને તેના વાળ હળવા કર્લ કર્યા હતા.
જણાવી દઈએ કે, રાધિકાએ ફિલ્મ 'પટાખા'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ પછી તે 'મર્દ કો દર્દ નહીં હોતા' અને 'અંગ્રેઝી મીડિયમ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
રાધિકા છેલ્લે શિદ્દત ફિલ્મમાં જોવા મળી હતી. અભિનયની સાથે રાધિકાને ડાન્સિંગનો પણ શોખ છે.