સારા અલી ખાને શેર કર્યું તેનું ફિટેનસ અને બ્યુટી સિક્રેટ, આકારણે રહે છે સ્લિમ એન્ડ ફિટ
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ન માત્રા તેની ફિલ્મોને લઇને ચર્ચામાં છે પરંતુ તેની ફિટનેસ અને સ્ટાઇલ ને લઇને પણ ચર્ચામાં રહે છે. તેમણે તેમની સુંદરતા અને ફિટનેસનું સિક્રેટ તેમના ફેન્સ સાથે શેર કરતા યોગાનું મહત્વ સમજાવતાં તેમનો ફિટનેસ મંત્રે શેર કર્યો છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસારા અલીખાનને પરસેવા પાડવાનું મહત્વ ખબર છે એટલે કે જીવનમાં શારીરિક શ્રમનું મહત્વ તે સમજે છે. તે દિવસની શરૂઆત કાર્ડિયો વર્કઆઉટથી કરે છે. તે ન્યૂયોર્કમાં હતી તો સવારે નાસ્તા બાદ વર્કઆઉટ કરતી હતી. ઉપરાંત અહીં તેમણે વજન કરવા માટે બોક્સિગ અને સાયક્લિંગ પણ કર્યું.
સારાએ કહ્યું કે, કાર્ડિયો વર્કઆઉટ સિવાય પિલેટસ પણ તેમની ફિટનેસનો મુખ્ય આધાર છે. તેમણે જણાવ્યું કે, તેનાથી માત્ર શારીરિક ફિટનેસ જ નથી જળવાતી પરંતુ સૌદર્યમાં પણ નિખાર આવે છે.
શારિરીક રીત મજબૂત હોવાની સાથે આપે મગજથી પણ મજબૂત હોવું જરૂરી છે. કારણે જો આપનું મન જ સાથે નહીં આપે તો રોજ સવારે વહેલા ઉઠીને આપ જિમ નહીં જઇ શકો. તન અને મનની તંદુરસ્તી માટે તે યોગ નિયમિત કરે છે.
સારા નિયમિત દોઢ કલાક વર્કઆઉટ કરે છે જો કે રવિવારે તે વર્કઆઉટથી રજા લે છે. સારા માને છે કે, જે રીતે શરીર માટે શારિરીક શ્રમ જરૂરી છે. તેવી જ રીતે શરીરને આરામ અને પુરતી ઊંઘ આપવી પણ એટલી જ જરૂરી છે.