Sobhita Dhulipala: ગોલ્ડન બોડીકોન લૂકમાં શોભિતાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો
Sobhita Dhulipala: શોભિતા ધુલીપાલા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેણે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. અત્યારે શોભિતા બોલીવૂડમાં જાણીતુ નામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ શોભિતા ધુલીપાલાએ ગોલ્ડન બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
નવા ફોટોશૂટમાં શોભિતા ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રીના નવા ફોટોશૂટે ચાહકોને પણ તેના દિવાના બનાવ્યા છે.
બહારના લોકો માટે બોલિવૂડમાં કામ મેળવવું અને પછી પોતાની ઓળખ બનાવવી સરળ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારથી આવતા કલાકારોને ઘણી વખત કોઈ ગોડફાધર કે કોઈ સેલિબ્રિટી હોતી નથી કે જે તેમને માર્ગદર્શન આપે.
જો કે, ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમની વધી રહેલી ચર્ચા વચ્ચે એવા ઘણા બહારના સ્ટાર્સ છે જેમણે પોતાની મહાનતાના આધારે બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેમાંથી, તે એક એવી અભિનેત્રી છે જેણે એક હજારથી વધુ ઓડિશન આપ્યા હતા અને કંઇક મોટું કરતા પહેલા ઘણા રિજેક્શનનો સામનો કર્યો હતો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ શોભિતા ધુલીપાલા છે. (તમામ તસવીરો શોભિતા-ઈન્સ્ટાગ્રામ)