ચાર વર્ષ બાદ તૂટ્યા પ્રથમ લગ્ન, હવે ડિવોર્સી એક્ટર સાથે અદિતી રાવ હૈદરીએ કર્યા લગ્ન
એવું કહેવાય છે કે લગ્ન અને પ્રેમ બંને જીવનમાં એક જ વાર થાય છે. પરંતુ બી-ટાઉનમાં આવી ઘણી સુંદરીઓ છે. જેણે પોતાને બીજી તક આપી. આજે આપણે આમાંથી એક એક્ટ્રેસની વાત કરવાના છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અહેવાલમાં અમે તે એક્ટ્રેસ વિશે વાત કરવાના છીએ. જે માત્ર તેના અભિનય માટે જ નહી પરંતુ તેના રોયલ લુક માટે પણ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીના પ્રથમ લગ્ન માત્ર ચાર વર્ષમાં તૂટી ગયા હતા. પરંતુ હવે તેણે ફરી એકવાર તેના જીવનમાં પ્રેમના રંગો ફેલાવ્યા છે.
અમે વાત કરી રહ્યા છીએ બોલિવૂડની સુંદર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી વિશે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રી ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 27મી માર્ચે અદિતિએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને ફેમસ એક્ટ્રેસ સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લીધા.
અદિતિ અને સિદ્ધાર્થના લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે થયા હતા. બંનેએ તેલંગણાના શ્રીરંગાપુરમ જિલ્લામાં આવેલા રંગાનાયક સ્વામી મંદિરમાં સાત ફેરા લીધા હતા. જો કે હજુ સુધી તેની કોઈ તસવીર સામે આવી નથી.
અદિતિ અને સિદ્ધાર્થની મુલાકાત વર્ષ 2021માં તેલુગુ ફિલ્મ 'મહા સમુદ્રમ'ના સેટ પર થઈ હતી.
અદિતિ રાવ હૈદરીએ 2006માં મલયાલમ એક્શન થ્રિલર 'પ્રજાપતિ'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ હિન્દી ફિલ્મ 'દિલ્હી 6' હતી.
અત્યાર સુધીની પોતાની કરિયરમાં અદિતિ રાવ હૈદરીએ 'મર્ડર 3', 'રોકસ્ટાર', 'પદ્માવત' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
અદિતિ રાવ હૈદરીના પહેલા લગ્ન એક્ટર સત્યદીપ મિશ્રા સાથે થયા હતા. પરંતુ ચાર વર્ષમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા.