Celebs Photos: 12 વર્ષની દીકરીને લઇને ફરવા નીકળી ઐશ્વર્યા રાય બચ્ચન, પકડ્યો હાથ તો આરાધ્યા થઇ ઇરિટેટ ?
Aishwarya Rai Bachchan Aradhya Bachchan: ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન હાલમાં જ એરપૉર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન મા-દીકરીના બૉન્ડિંગે ચાહકોનું દિલ જીતી લીધું હતું. દીકરી આરાધ્યા બચ્ચન તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચનને ગળે લગાવીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળી હતી. મા-દીકરીની આ ખાસ તસવીરો ઇન્ટનરેટ પર અત્યારે વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તેની દીકરી આરાધ્યા બચ્ચન હંમેશા તેની સાથે જ રહે છે. તાજેતરમાં અભિનેત્રી તેની દીકરી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
ખરેખર, 1 ઓક્ટોબર 2023 ના રોજ પેરિસમાં લૉરિયલ પેરિસ ફેશન શૉ છે. દર વર્ષની જેમ આ ફેશન શૉમાં ઐશ્વર્યા રાય પણ પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. તાજેતરમાં જ અભિનેત્રી તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈથી પેરિસ જવા રવાના થઈ હતી.
આ દરમિયાન ખાસ વાત છે કે, એરપોર્ટ પર ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા થોડીક ઇરિટેટ પણ દેખાઇ હતી, જ્યારે તેને માં ઐશ્વર્યા રાય બચ્ચનનો હાથ પકડ્યો હતો, તે સમયની તસવીરો પણ સામે આવી છે.
આજે ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પરથી બંનેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દરમિયાન ઐશ્વર્યા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી.
આરાધ્યાના લૂકની વાત કરીએ તો તેણે બ્લૂ ટી-શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું. સિમ્પલ લૂકમાં આરાધ્યા ખૂબ જ સારી લાગી રહી હતી. ઐશ્વર્યાએ આરાધ્યાનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. માતા અને પુત્રી બંનેએ પૈપરાજી માટે પૉઝ પણ આપ્યા હતા
આરાધ્યા અને ઐશ્વર્યા ક્યાં-ક્યાં જઈ રહ્યાં છે, તે અંગે હજુ ખુલાસો નથી થયો, પરંતુ પેરિસમાં મા-દીકરીની જોડી વેકેશન પર જઈ રહી છે.
આરાધ્યા અને ઐશ્વર્યા