Uzbekistan Gulnara Karimova: ઉઝ્બેકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિની સ્ટાઇલિશ દીકરી મની લૉન્ડ્રિંગના આરોપમાં ફંસાઇ, સ્વિત્ઝર્લેન્ડે કર્યો શિકંજો
Uzbekistan: ઉઝ્બેકિસ્તાનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉઝ્બેકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ ઈસ્લામ કરીમોવની દીકરી ગુલનારા કરીમોવ ફરી ચર્ચામાં છે. આ વખતે તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ખરેખરમાં, તેના પર મની લૉન્ડ્રિંગના આરોપો લાગ્યા છે, અને સ્વિત્ઝર્લેન્ડને શિકંજો કસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉઝ્બેકિસ્તાનમાં પ્રિન્સેસ તરીકે જાણીતી પૉપ સ્ટાર ગુલનારા સાથેનું એક નવું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આરોપ છે કે ગુલનારાએ લાખો ડૉલર લાંચ પેટે લીધા છે.
ઉઝબેકિસ્તાનમાં રાજકુમારી ગુલનારા કરીમોવ પર પણ ક્રાઈમ ગેંગ ચલાવવાનો આરોપ છે. આ આરોપો ત્યારે લગાવવામાં આવ્યા છે જ્યારે તે કેટલાય કેસમાં દોષિત છે અને જેલમાં છે.
ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુલનારા ઉઝબેકિસ્તાનના લાંબા સમયથી રાષ્ટ્રપતિ ઇસ્લામ કરીમોવની દીકરી છે. ઈસ્લામ કરીમોવનું વર્ષ 2016માં અવસાન થયું હતું.
ગુલનારા કરીમોવ એક પૉપ સ્ટાર પણ છે, જે ઉઝબેકિસ્તાનના પેરિસ હિલ્ટન તરીકે ઓળખાય છે.
ગુલનારા ઇસ્લામ કરીમોવ એટલે કે તેના પિતાના શાસન હેઠળ ઉઝબેકિસ્તાનમાં રાજકુમારીની જેમ પોતાનું જીવન જીવી રહી હતી.
ગુલનારા પર લાખો ડૉલરની લાંચ લેવાનો આરોપ છે. તેણે આ રકમ ઉઝબેકિસ્તાનના ટેલિકોમ સેક્ટરને બિઝનેસ લાભ આપવાના બદલામાં લીધી છે. સ્વિટ્ઝર્લેન્ડના એટર્ની જનરલે કહ્યું છે કે આ રકમ સ્વિસ બેંક ખાતાઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી.
2018માં, 41 વર્ષીય ગુલનારને જાહેર ભંડોળનો દુરુપયોગ કરવા બદલ 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેને નજરકેદ કરવામાં આવ્યો હતો.
જોકે, માર્ચ 2019 માં તેણીએ નજરકેદ સંબંધિત નિયમો તોડ્યા, જેના કારણે ગુલનારા હાલમાં જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહી છે.