સલમાન સાથે ડેબ્યૂ કર્યું, એશ્વર્યાની હતી હમશકલ છતા બોલીવૂડમાં ફ્લોપ રહી આ એક્ટ્રેસ
Sneha Ullal: ઐશ્વર્યા રાયની સુંદરતાના કરોડો લોકો દિવાના છે. પરંતુ શું તમને યાદ છે કે આવી અભિનેત્રી પણ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. જે એશ સાથે ઘણી મળતી આવતી હતી. હા અમે વાત કરી રહ્યા છીએ સ્નેહા ઉલ્લાલની
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્નેહા ઉલ્લાલે બોલિવૂડના દબંગ સલમાન ખાન સાથે ફિલ્મ 'લકીઃ નો ટાઈમ ફોર લવ'થી ડેબ્યૂ કર્યું હતું.
જે બાદ સ્નેહા રાતોરાત હેડલાઈન્સમાં આવી અને તેના લુક્સની સરખામણી ઐશ્વર્યા સાથે થવા લાગી. તેમજ લોકો તેને એશની હમશકલ કહેવા લાગ્યા.
કહેવાય છે કે સ્નેહાનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે એકદમ મળતો આવે છે. એટલા માટે સલમાને તેને બોલિવૂડમાં લોન્ચ કરી હતી.
જો કે, સલમાન સાથે ડેબ્યુ કર્યા પછી પણ સ્નેહાની એક્ટિંગ કરિયર વધુ ન હતી અને તે પહેલી ફિલ્મ પછી ગાયબ થઈ ગઈ હતી.
ત્યારબાદ તે લગભગ 10 વર્ષ પછી ફિલ્મ 'ઈશ્ક બેઝુબાન'માં જોવા મળી . જણાવી દઈએ કે બોલિવૂડ સિવાય સ્નેહાએ તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
બીજી તરફ રિપોર્ટ્સ અનુસાર સ્નેહાના ફિલ્મોથી દૂર રહેવા પાછળનું કારણ તેની બીમારી છે. જેની જાણકારી ખુદ અભિનેત્રીએ પણ વર્ષ 2017માં આપી હતી.
વાસ્તવમાં સ્નેહાને ઓટોઇમ્યુન ડિસઓર્ડર નામની બીમારી હતી, જેના કારણે તે 30-40 મિનિટથી વધુ સમય સુધી પોતાના પગ પર ઊભી રહી શકતી નહોતી.