Akanksha Puri Birthday: 'કેલેન્ડર ગર્લ' બની બોલિવૂડમાં છવાઇ હતી આકાંક્ષા પુરી, પારસ છાબરાને કરી ચૂકી છે ડેટ
Akanksha Puri Birthday: ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો. આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી. અમે તમને આકાંક્ષાના જીવનના કેટલીક જાણકારી આપી રહ્યા છીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆકાંક્ષા પુરીના પિતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. આકાંક્ષાએ ઈન્દોરથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ તેણે એર હોસ્ટેસ તરીકે કામ કર્યું. આ પછી તેણે મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
આકાંક્ષાએ સાઉથ સિનેમાથી ફિલ્મી દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં 'એલેક્સ પંડિત' ફિલ્મનો સમાવેશ થાય છે.
આકાંક્ષાએ મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
સ્વયંવર મીકા દી વોહતીમાં સિંગર મીકા સિંહની દુલ્હન બની હતી. વાસ્તવમાં, આકાંક્ષા પુરી અને મીકા સિંહ લગભગ 12 વર્ષથી એકબીજાને ઓળખતા હતા
મીકા સિંહ સાથે સાત ફેરા લેતા પહેલા આકાંક્ષા પુરીએ પારસ છાબરાને પણ ડેટ કરી હતી, જે 'બિગ બોસ'ના કન્ટેસ્ટન્ટ હતા. આ સંબંધનો ખુલાસો 'બિગ બોસ 13'માં થયો હતો, પરંતુ આ સંબંધનો પણ આ શોમાં અંત આવ્યો હતો.
બિગ બોસ 13માં પારસ અને માહિરાની નિકટતા વધી હતી, જેના કારણે પારસ અને આકાંક્ષા વચ્ચેનો સંબંધ તૂટી ગયો હતો.
બંને વચ્ચેના સંબંધોની શરૂઆત સીરિયલ 'વિઘ્નહર્તા ગણેશ'ના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં આકાંક્ષાએ માતા પાર્વતીનો રોલ કર્યો હતો જ્યારે પારસ છાબરાએ રાવણનો રોલ કર્યો હતો.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.