અક્ષય કુમાર જ નહી, આ સેલેબ્સની જાહેરખબરો પર થયો હતો વિવાદ
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે તમાકુ બ્રાન્ડની જાહેરાત કરવા બદલ લોકોની માફી માંગી હતી. આ જાહેરાત કરવા બદલ લોકોએ અક્ષય કુમારને ટ્રોલ કર્યો હતો જેના કારણે અક્ષય કુમારે ચાહકોની માફી માંગી હતી. આ એડમાં શાહરૂખ ખાન અને અજય દેવગન પણ જોવા મળ્યા છે. આ અગાઉ પણ અનેક એવા સ્ટાર્સ છે જેમની એડને લઇને વિવાદ થઇ ચૂક્યો છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષયની સાથે અજય દેવગણ પણ તમાકુ બ્રાન્ડ સાથે જોડાયેલો છે. લોકોએ પણ આ જાહેરાતને લઇને અજયને ટ્રોલ કર્યો છે. જોકે તેમ છતાં અજય આ જાહેરાત કરતો રહ્યો છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
સૈફ અલી ખાને પણ તમાકુ બ્રાન્ડનું સમર્થન કર્યું છે. ઘણા વર્ષોથી સેલેબ્સ પાન મસાલા ઉત્પાદનોની જાહેરાત કરે છે. તેની આ એડ પર ઘણો હંગામો થયો હતો. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
યામી ગૌતમની ફેરનેસ ક્રીમ્સની જાહેરાત જોતા હશો. ઘણી વખત યામી રંગભેદનો આરોપ લાગ્યો છે. ફેર એન્ડ લવલી બ્રાન્ડની આ એડ પર ઘણો હોબાળો થયો હતો. જે પછી બ્રાન્ડે પ્રોડક્ટના નામમાંથી ફેર હટાવીને તેને ગ્લો એન્ડ લવલી બનાવી દીધું.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
અમિતાભ બચ્ચનની એડને લઈને ઘણી વખત ટ્રોલ થયા છે. જ્વેલરી બ્રાન્ડ્સથી લઈને મેગી અને તમાકુની જાહેરાતો સુધી બિગ બીને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
અભિનેત્રી આલિયા ભટ્ટે વેડિંગ વેર કંપનીની બ્રાન્ડનો પ્રચાર કર્યો હતો. દુલ્હનના ડ્રેસમાં સજ્જ આલિયાની એડમાં દર્શાવવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ કોઈ વસ્તુ નથી અને કન્યાદાન વિધિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આ એડ ઘણી ટ્રોલ થઈ હતી. તેમાં હિન્દી રીતિ-રિવાજોનું અપમાન થયું હોવાનું કહેવાયું હતું.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
ઐશ્વર્યા રાય બચ્ચને જ્વેલરી બ્રાન્ડ માટે એક એડ કરી હતી. આ જાહેરાતને જાતિવાદી કહેવામાં આવી હતી. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
શાહરૂખ ખાને પણ ફેનાન્સ ક્રીમનું સમર્થન કર્યું છે. મેન્સ ફેરનેસ ક્રીમની જાહેરાત માટે કિંગ ખાનની ઘણી ટીકા થઈ હતી. કિંગ ખાન ટોબેકો બ્રાન્ડ્સની જાહેરાતમાં પણ દેખાયો છે. તેના પર પણ તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.(ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)
રશ્મિકા મંદાન્ના અને વિક્કી કૌશલની પુરુષોના અન્ડરવેરની એક જાહેરાત વાયરલ થઈ હતી. આ જાહેરાતમાં રશ્મિકા મંદાન્ના વિકી કૌશલના ઇનરવેરને જોઈને ઇમ્પ્રેસ થતી બતાવાઇ છે. જ્યારે આ જાહેરાત રિલીઝ થઈ ત્યારે તેને લઇને વિવાદ થયો હતો. એડને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. (ફોટોઃ ઇન્સ્ટાગ્રામ)