આલિયા ભટ્ટ થી લઈને સોનમ કપૂર સુધી... બેબી બંપ સાથે પ્રેગ્નેન્સીમાં પણ ખુબ ફેશનેબલ દેખાઈ આ અભિનેત્રીઓ
આલિયા ભટ્ટ પણ પ્રેગ્નેન્સી ફેશન સ્ટેટમેન્ટને લઈને ઘણી હેડલાઈન્સમાં છે, આલિયા ટૂંક સમયમાં જ માતા બનવા જઈ રહી છે, બેબી બમ્પ સાથે આલિયાના ફેશનેબલ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી બિપાશા બાસુ આ દિવસોમાં પ્રેગ્નેન્સીને ખૂબ એન્જોય કરી રહી છે, બિપાશાના પ્રેગ્નન્સીના ફેશનેબલ આઉટફિટ્સ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જો કે પ્રેગ્નન્સીના નાજુક સમયમાં હીલ્સ પહેરવાને કારણે તે ટ્રોલ પણ થઈ છે.
તાજેતરમાં જ માતા બનેલી સોનમ કપૂરને માત્ર બોલિવૂડની ફેશનિસ્ટા કહેવામાં આવતી નથી, પ્રેગ્નન્સી દરમિયાન પણ સોનમે પોતાની સ્ટાઇલને સારી રીતે જાળવી રાખી હતી.
મીરા રાજપૂત એક્ટર શાહિદ કપૂરની પત્ની છે, જો કે મીરા અભિનેત્રી નથી, પરંતુ તેની પ્રેગ્નન્સી સ્ટાઈલની ખૂબ ચર્ચા થઈ હતી. ગર્ભાવસ્થા દરમિયાન, મીરાએ તમામ પ્રકારના ફેશનેબલ ડ્રેસ પહેર્યા હતા.
કરીના કપૂર ખાનને પ્રેગ્નન્સી ફેશન સ્ટાઇલ સ્ટેટમેન્ટની ક્વીન માનવામાં આવે છે, તૈમુર દરમિયાન કરીનાએ બેબી બમ્પ સાથે રેમ્પ વોક કરીને સનસનાટી મચાવી હતી.
અભિનેત્રી અને કરીના કપૂરની ભાભી સોહા અલી ખાન પણ પ્રેગ્નન્સી ફેશનને લઈને ઘણી ચર્ચામાં આવી હતી. પુત્રી ઇનાયાના સમયે, સોહાએ પોતાના માટે સ્ટાઇલિશ મેટરનિટી વેર પહેર્યું હતું.
અભિનેત્રી નેહા ધૂપિયાએ તેની પ્રેગ્નેન્સીના અંત સુધી કામ કર્યું, તે સોશિયલ મીડિયા પર તેના પ્રેગ્નેન્સી લુક્સને કારણે ચર્ચામાં રહી હતી. નેહા મેટરનિટી વેરમાં અદ્ભુત રીતે ગ્લેમરસ દેખાતી હતી.
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ લિસા હેડન પણ પ્રેગ્નેન્સી દરમિયાન બોલ્ડ લુકમાં જોવા મળી હતી, લિસા હેડને બિકીનીમાં તેનું પ્રેગ્નન્સી ફોટોશૂટ કરાવ્યું હતું, બેબી બમ્પ સાથે લીસાની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ હતી.