Photos: 63 વર્ષની એક્ટ્રેસનો બિન્દાસ લૂક વાયરલ, ફેન્સને યાદ આવી ગયુ 'ચોલી કે પીછે' ગીત, જુઓ તસવીરો
Neena Gupta Latest Photos: બૉલીવુડમા દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તા ફરી એકવાર પોતાની વધતી ઉંમરની સાથે ચર્ચામાં આવી છે, એક્ટિંગની સાથે સાથે પર્સનલ લાઇફના કારણે પણ નીના ગુપ્તા ચર્ચામાં રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાસ વાત છે કે, એક્ટ્રેસ પોતાની અપકમિંગ ફિલ્મ 'ઉંચાઇ'ના પ્રમૉશનમાં બિઝી છે. પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસે એક શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યું છે, એક્ટ્રેસનો બિન્દાસ લૂક જોવા મળી રહ્યો છે.
એક્ટ્રેસ નીના ગુપ્તા પોતાની અપકમિંગ ફિલ્મ 'ઉંચાઇ'ના પ્રમૉશનમાં અત્યારે બિઝી છે. તાજેતરમાં જે તે એક ટીવી રિયાલિટી શૉમાં ભાગ લેવા પહોંચી હતી. આ દરમિયાન તેને સુંદર આઉટફિટ પહેરેલો હતો, જેની તસવીરો હવે ખુબ વાયરલ થઇ રહી છે. .
નીના ગુપ્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે લીલા અને પીળા રંગની ચણીયા-ચોળીમાં એકદમ બૉલ્ડ એન્ડ બિન્દાસ દેખાઇ રહી છે.
એક્ટ્રેસે પોતાના લૂકને મેચિંગ કરવા માટે નેકલેસ અને મેચિંગ બંગળીઓ પણ પહેરી છે.
આની સાથે જ એક્ટ્રેસે ખુલ્લા વાળ અને મોં પર હંસીથી તમામ લોકોનુ દિલ જીતી લીધુ છે. એક્ટ્રેસની ઉંમર અત્યારે 63 વર્ષની છે, પરંતુ આ લૂકમાં કોઇ યંગ એક્ટ્રેસથી કમ નથી લાગી રહી.
63 વર્ષીય એક્ટ્રેસ અવાર નવાર પોતાના સોશ્યલ મીડિયા તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસનો આ લૂક જોઇને ફેન્સને પણ વર્ષો જુનુ ગીત 'ચોલી કે પીછે' યાદ આવી ગયુ છે.