Alia Bhatt થી લઈ શ્રદ્ધા કપૂર સુધી આ વર્ષ લક્ઝરી કારની માલકિન બની આ એક્ટ્રેસ
Bollywood Actresses New Cars: એવું લાગે છે કે બોલિવૂડમાં આ વર્ષે લક્ઝરી કાર ખરીદવાનો ટ્રેન્ડ આવ્યો છે. આલિયા ભટ્ટથી લઈને શ્રદ્ધા કપૂરે આ વર્ષે લક્ઝરી કાર ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે તેના કાર કલેક્શનમાં વધુ એક નવી લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે. અભિનેત્રીએ તાજેતરમાં Lamborghini Huracan Tecnica ખરીદી છે. આ કારની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે.
નેશનલ એવોર્ડ વિનર આલિયા ભટ્ટે પણ આ વર્ષે નવી લક્ઝરી કાર ખરીદી છે. તેણી પોતાના ઘરે Range Rover Autobiographu SUV કાર લાવી હતી. આ કારની કિંમત લગભગ 3.2 કરોડ રૂપિયા છે.
અભિનેત્રી કિયારા અડવાણીએ પણ આ વર્ષે લગ્ન બાદ લક્ઝરી કાર ખરીદી છે. અભિનેત્રીએ મર્સિડીઝ મેબેક ખરીદી છે. આ કારની કિંમત 2.69 કરોડ રૂપિયા છે.
આ યાદીમાં પૂજા હેગડેનું નામ પણ સામેલ છે. તેણે હાલમાં જ લક્ઝરી કાર રેન્જ રોવર SV ખરીદી છે. આ કારની કિંમત 4 કરોડ રૂપિયા છે.
જેકલીન ફર્નાન્ડિસે 1.95 કરોડ રૂપિયાની લક્ઝરી કાર BWM i7 પણ ખરીદી છે. તાજેતરમાં જ અભિનેત્રી તેની નવી કાર સાથે જોવા મળી હતી.
તાપસી પન્નુએ તેના કાર કલેક્શનમાં એક નવી કાર પણ ઉમેરી છે. અભિનેત્રીએ મર્સિડીઝ-મેબેક GLS600 કાર ખરીદી છે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.
અભિનેત્રી રકુલપ્રીત સિંહે પણ પોતાને એક લક્ઝરી કાર મર્સિડીઝ બેન્ઝ મેબેક જીએલએસ ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 3 કરોડ રૂપિયા છે.