Ganesh Chaturthi 2023: મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચી Hema Malini
Hema Malini Pics: ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના ઘરે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઘણા સેલેબ્સ ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા. બોલિવૂડની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની પણ બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ અભિનેત્રી હેમા માલિની તેની પુત્રી અહાના દેઓલ સાથે મુકેશ અંબાણીના ઘરે બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી.
આ દરમિયાન હેમા માલિની અને અહાના સાથે જમાઈ વૈભવ વોહરા પણ જોવા મળ્યો હતો.
હેમા માલિની ખૂબ જ સુંદર લુકમાં બાપ્પાના દર્શન કરવા આવી હતી. તેણે રેડ અને યલો રંગની સાડી પહેરી હતી.
બાપ્પાના દર્શન કરતા પહેલા હેમા માલિનીએ પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા અને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ આપી હતી.એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને તેની સ્ટાઈલથી ચાહકો આશ્ચર્યમાં છે.
પ્રોડ્યુસર કરણ જોહર અને વિક્કી કૌશલ્ય પણ ભગવાન ગણપતિજીના દર્શન માટે પહોંચ્યા હતા.
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર પણ બાપ્પાના દર્શન માટે પહોંચ્યો હતો.
રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા દેશમુખ સાથે ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં પહોંચ્યો હતો
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા
અજય દેવગણ અને ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા