ફિલ્મ 'લાઇગ'ર ફ્લોપ થયા બાદ ઇટાલી પહોંચી અનન્યા પાંડે. ગ્રીન બિકિનીમાં તસવીર કરી શેર
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ એક્ટ્રેસ વિદેશમાં વેકેશન માણવા પહોંચી છે. અનન્યા આ દિવસોમાં ઈટાલીમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા પાંડેની તાજેતરમાં રિલીઝ થયેલી 'લાઇગર' લોકોને આકર્ષવામાં નિષ્ફળ નિવડી છે. અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં ઈટાલીમાં છે.
ઇટાલી વેકેશનની તસવીરો અનન્યાએ પોતાની સુંદર તસવીરો શેર કરી છે. જે ચાહકોને ખૂબ પસંદ આવી છે. તસવીરોમાં અનન્યાએ ગ્રીન કલરની બિકીની પહેરી છે. અનન્યાએ તસવીરો સાથે કેપ્શન લખ્યું, 'કેપ્રી સન.
અનન્યાએ આ સિવાય બીજી તસવીર શેર કરી છે. જેમાં તેણે ફલારી ડ્રેસ પહેર્યો છે. અનન્યાએ તસવીરો સાથે કેપ્શન લખ્યું છે કે, લીંબુ શરબતની દિવાની યુવતી
નોંધનીય છે કે કેપ્રી ઈટાલીની ખૂબ જ સુંદર જગ્યા છે. ઐતિહાસિક સ્મારકો, સુંદર કલાકૃતિઓ, સુંદર દરિયાકિનારો, નયનરમ્ય આબોહવા છે.
અનન્યા પાંડે ત્યાંની શેરીઓમાં ચિલિંગ અને સુંદર પોઝ આપી રહી છે. અહીં બીચ પર સન બાથની મજા પણ માણી રહી છે.
આ પહેલા અનન્યા ઉત્તર પ્રદેશના મથુરાની ગલીઓમાં ફરતી જોવા મળી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને રાધે-રાધે લખ્યું હતું.
નોંધનીય છે કે અનન્યા પાંડેની ફિલ્મ લાઇગર રીલિઝ થઇ હતી. આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં હતા.
ફિલ્મનું પ્રદર્શન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ રહ્યું ન હતું.