થાઇ સ્લિટ ડ્રેસ પહેરી પાર્ટીમાં પહોંચી ફરહાન અખ્તરની સાળી, જોનારાની આંખો થઇ ગઇ પહોળી...!
બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તાજેતરમાં જ ફરહાનના મિત્ર રિતેશ સિધવાનીએ મુંબઈમાં પાર્ટી આપી હતી. પાર્ટીમાં શિબાનીની બહેન અનુષા દાંડેકર પણ પહોંચી હતી. નોંધનીય છે કે આ પાર્ટી ફરહાન અને શિબાનીના લગ્નને લઇને આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષા બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસમાં સામેલ છે. અનુષા શિબાનીની નાની બહેન છે. પાર્ટીમાં અનુષાએ ગ્લેમરસ સ્ટાઇલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
બ્લેક થાઈ સ્લિટ ડ્રેસમાં અનુષા સુંદર લાગી રહી હતી. અનુષાએ સોશિયલ મીડિયા પર ફરહાન અને શિબાનીને લગ્ન માટે અભિનંદન આપતા કેટલીક તસવીરો શેર કરી છે.
અનુષાએ લખ્યું, ફરહાન, હવે અમે તેને તને સોંપીએ છીએ. જ્યારે પણ તમને મદદની જરૂર હોય ત્યારે તમે અમને કૉલ કરી શકો છો.
અનુષા અને શિબાનીની બીજી બહેન છે જેનું નામ અપેક્ષા દાંડેકર છે. ત્રણેય બહેનોનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો હતો.
અગાઉ અનુષા કરણ કુન્દ્રા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ થોડાં વર્ષો બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
નોંધનીય છે કે શિબાની અને ફરહાને 19 ફેબ્રુઆરીએ ખંડાલામાં લગ્ન કર્યા હતા.
image 6