Anushka Sharma-Virat Kohli Baby Girl: Anushka Sharmaએ દીકરીને આપ્યો જન્મ, Virat Kohliએ ટ્વિટર પર શું લખ્યો એક સ્પેશ્યલ મેસેજ ?
બંનેના લગ્ન વર્ષ 2017માં 11 ડિસેમ્બરે થયા હતા અને હવે ત્રણ વર્ષ બાદ બંનેના જિંદગીમાં ફરી એક ખુશીની પળ આવી છે તે પણ 11 તારીખે જ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે સોશિયલ મીડિયા પર બધા લોકો બંનેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. માત્ર બોલીવૂડ અને ક્રિકેટ જ નહી પરંતુ ફેન્સ પણ આ તકે તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ બંને એક સાથે ફેન્સ સાથે ખુશખબરી શેર કરી હતી.
તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને બાળક બંને સ્વસ્થ છે. હાલ બંને હોસ્પિટલમાં છે. જ્યારે પોતાની આ પોસ્ટમાં વિરાટે પ્રાઈવેસીને લઈને પણ કંઈક કહ્યું છે. તેમણે કહ્યું કે તમે જરૂર એ વાતને સમજશો કે આ ખાસ સમયમાં તેમને થોડી પ્રાઈવેસીની જરૂર છે.
પપ્પા બનેલા વિરાટ કોહલીએ પોતાના ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. તેમણે એક પ્રેમાળ મેસેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બેબી ગર્લથી Blessed થવાની જાણકારી આપી છે.
જે સમયની રાહ જોવાઈ રહી હતી તે આવી ગઈ છે. અનુષ્કા શર્માએ આજે એક દિકરીને જન્મ આપ્યો છે. આજે બપોરે અનુષ્કા અને વિરાટ કોહલીએ આ નન્હી પરીનું દુનિયામાં સ્વાગત કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -