Athiya-KL Rahul Pics: પતિ કેએલ રાહુલ સાથે કેપટાઉનમાં વેકેશન એન્જોય કરી રહી છે અથિયા શેટ્ટી
Athiya Shetty KL Rahul Vacation Photos: અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં તેણે કેપટાઉન વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅથિયા શેટ્ટી ભલે ઘણા વર્ષોથી ફિલ્મોમાં જોવા ન મળી હોય પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર દરરોજ તેની તસવીરો શેર કરે છે. આ દિવસોમાં તે તેના પતિ કેએલ રાહુલ સાથે કેપટાઉનમાં વેકેશન માણી રહી છે.
હવે અથિયા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વેકેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે કેઝ્યુઅલ લુકમાં એકદમ ગોર્જીયસ લાગી રહી છે.
તસ્વીરોમાં આ સ્ટાર કપલ પણ દરિયાની સામે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. બંનેની આ તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.
એક ફોટોમાં કપલ વોક કરતા જોવા મળે છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું, 'કેપ ટાઉનમાં જીવન..'
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખંડાલામાં ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા.
આજે આ સ્ટાર કપલ લગ્ન પછી સુખી જીવન જીવી રહ્યું છે. ઘણીવાર બંને એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.