Pics: બનારસી સાડીમાં Janhvi Kapoorમાં દેખાઇ શ્રીદેવીની ઝલક, ઝૂંમકા, ગજરાએ હૂસ્નમાં લગાવ્યા ચાર ચાંદ
Janhvi Kapoor Saree Look: જ્હાન્વી કપૂરની ફિલ્મ 'મિલી' 4 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મનુ આજકાલ એક્ટ્રેસ જોરદાર પ્રમૉશન કરી રહી છે. પ્રમૉશન દરમિયાન સાડી લૂક વાયરલ થયો છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાની સુંદરતા, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સને લઇને ખુબ ચર્ચામાં રહે છે. વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ દરેક અવતારમાં એક્ટ્રેસ તમામનુ દિલ જીતી લે છે. પરંતુ તાજેતરમાં સાડીમાં તસવીરો વાયરલ થઇ છે.
બેગની રંગની બનારસી સાડીમાં જ્હાન્વીની આ તસવીરો તેની માં શ્રીદેવીની યાદ અપાવી રહી છે. પહેલી ઝલકમાં તે પોતાની માંના જેવી જ આ તસવીરોમાં દેખાઇ રહી છે.
કાનોમાં ઝૂંમકા, વાળોમાં ગજરો અને ચહેરા પર સુંદર સ્માઇલ માટે જ્હાન્વી આ તસવીરોમાં દેખાઇ રહી છે. એક્ટ્રેસે આ લૂકની ફેન્સ જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂર આજકાલ પોતાની આગામી ફિલ્મ 'મિલી'ના પ્રમૉશનમાં બિઝી છે. આ ફિલ્મ આ શુક્રવારે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.
જ્હાન્વી કપૂરના પિતા બોની કપૂર આ ફિલ્મને પ્રૉડ્યૂસ કરી રહ્યાં છે, ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સારો એવો રિસ્પૉન્સ મળ્યો છે. હવે જોવાનુ એ છે કે બૉક્સ ઓફિસ પર 'મિલી' શું કરિશ્મા કરે છે.
જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની લેટેસ્ટ તસવીરો વીડિયો શેર કરીને ફેન્સનું ધ્યાન ખેંચતી રહે છે.
'મિલી' એક થ્રિલર ફિલ્મ છે, જેનુ નિર્દેશન મથુકુટ્ટી જેવિયરે કર્યુ છે. ફિલ્મમાં જ્હાન્વી કપૂર (Janhvi Kapoor), સની કૌશલ, અને મનોજ પાહવા જેવા સ્ટાર છે.