Movie on OTT: ઓટીટી પર જોઇ લો આ કૉમેડી એક્ટરની આ 8 ફિલ્મો, હંસી-હંસીને થઇ જશે લોથપોથ.........
Best Comedy Movie on OTT: તમારા ખરાબ મૂડને સુધારવાનો એક સરળ રસ્તો છે આ ઉત્તમ કૉમેડી ફિલ્મો જોવી. તેમના વિશે ખાસ વાત એ છે કે તેમનામાં કલાકારોની હાજરીથી જ વાતાવરણ ખુશનુમા બની જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppOTT પર ઉપલબ્ધ આ શ્રેષ્ઠ કૉમેડી મૂવી તમારા ખરાબ મૂડને સુધારી શકે છે. આ મૂવીઝ જોયા પછી તમે હસીને છૂટી જશો.
રાજપાલ યાદવનું નામ આવતાની સાથે જ સૌથી પહેલા મનમાં જે આવે છે તે તેની કૉમેડી સ્ટાઈલ છે. દરેક વ્યક્તિ કૉમેડી કરી શકે છે પરંતુ રાજપાલ યાદવની સ્ટાઈલ દરેક પાસે હોતી નથી. જો તમે કૉમેડી ફિલ્મોના શોખીન છો તો એક વાર રાજપાલ યાદવની આ 8 ફિલ્મો ચોક્કસ જુઓ.
2010માં આવેલી ફિલ્મ ખટ્ટા-મીઠામાં અક્ષય કુમાર સાથેની રાજપાલ યાદવની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તમે આ ફિલ્મને યુટ્યુબ પર ફ્રીમાં જોઈ શકો છો અને તે એક ઉત્તમ કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ હતી.
તમે એમેઝોન પ્રાઇમ વિડિયો પર 2004ની ફિલ્મ મુઝસે શાદી કરોગી જોઈ શકો છો. જોકે આ ફિલ્મમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા લીડ રોલમાં હતા, પરંતુ રાજપાલ યાદવનો રોલ ખૂબ જ રસપ્રદ હતો.
2003માં આવેલી ફિલ્મ હંગામામાં રાજપાલ યાદવનો એક નાનો રોલ હતો, પરંતુ તે નાનકડો રૉલ મોટી અસર કરનાર સાબિત થયો. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકો છો.
2007માં આવેલી ફિલ્મ ઢોલમાં રાજપાલ યાદવ, તુષાર કપૂર, શરમન જોશી અને કુણાલ ખેમુ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ એક શાનદાર ફિલ્મ છે જે જોયા પછી તમે ધ્રૂજી જશો. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
વર્ષ 2006માં રિલીઝ થયેલી પ્રિયદર્શનની ફિલ્મ માલામાલ વીકલી કોમેડીથી ભરપૂર છે. આમાં રાજપાલ યાદવની અલગ સ્ટાઈલ જોવા મળશે. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે જેમાં શરૂઆતથી અંત સુધી કોમેડી હશે.
તમે Netflix પર 2006ની ફિલ્મ ચૂપ ચૂપ જોઈ શકો છો. જો કે આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે પરંતુ રાજપાલ યાદવે આ ફિલ્મ દ્વારા પોતાની છાપ છોડી છે. આમાં તેના સીન એવા છે કે ઘણા મીમ્સ બને છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે.
રાજપાલ યાદવે 2007માં આવેલી ફિલ્મ 'ભૂલ ભુલૈયા'માં છોટા પંડિતનો રોલ કરીને હલચલ મચાવી હતી. ભુલ ભુલૈયા 2માં પણ તેના આ જ પાત્રનું પુનરાવર્તન થયું હતું. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આ ફિલ્મ જોઈ શકો છો જે સુપરહિટ ફિલ્મ છે.
વર્ષ 2006માં આવેલી ફિલ્મ ભાગમ ભાગમાં પણ રાજપાલ યાદવની મહત્વની ભૂમિકા હતી. આ ફિલ્મમાં તેણે ભજવેલું પાત્ર એકદમ અલગ હતું અને આજે પણ સોશિયલ મીડિયા પર તેની ફિલ્મના દ્રશ્યો પર મીમ્સ બનાવવામાં આવે છે. આ ફિલ્મ તમે Amazon Prime Video પર જોઈ શકો છો.