Weight Loss: વજન ઉતારવામાં મદદ કરે છે આ ફળો, આ 5 ફ્રૂટસે ડાયટમાં કરો સામલે
Weight Loss: ફળોમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ મળે છે. તેનાથી આપને એનર્જી મળશે અને લાંબા સમય સુધી ભૂખ પણ નહી લાગે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઉતારવા માટે પપૈયું એક ઉત્તમ ફળ છે. પપૈયામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર હોય છે. તેથી તે વજન ઉતારવામાં કારગર છે. તે પાચન ક્રિયાને હેલ્ધી રાખવામાં પણ મદદરૂપ થાય છે. પપૈયાથી મેટાબોલિજમ સારૂં રહે છે. જેથી જ્યારે પણ ભૂખ લાગે એક બાઉલ પપૈયા ખાઇ લો તેનાથી તરત જ એનર્જી મળશે.
એક જામફળ એક સફરજન સમાન છે. જામફળમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જેના કારણે પેટ ભરાઇ જાય છે. આ સિવાય ઇમ્યુનિટી વધારવા માટે જામફળ ખાવું જોઇએ. તેમાં વિટામિન સી પણ ભૂરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડતું એક ઉત્તમ ફળ છે ઉપરાંત તે ડાયાબિટીશ, કેન્સર, હાઇબ્લડ પ્રેશર, અપચો જેવી બીમારીમાં પણ ફાયદાકારક છે.
સ્ટ્રોબેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે ટોક્સિનને બહાર કાઢે છે. હૃદય સંબંધિત સમસ્યામાં પણ તે ઓષધનું કામ કરે છે. ભૂખ લાગે ત્યારે સ્ટ્રોબેરી ખાઇ શકાય તેનાથી વજન વધતું નથી અને ભૂખ પણ સંતોષાય છે.
વજન ઉતારવા ઇચ્છતા લોકો માટે પાઇનેપલ પણ બેસ્ટ ફ્રૂટ છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. પેટ સાફ કરવા માટે પણ પાઇનેપલ ખાવાની સલાહ અપાય છે. તેમાં બ્રોમોલેન એન્જાઇમ હોય છે. જે પાચન તંત્રને મજબૂત રાખે છે અને તેના કારણે પણ વજન ઉતારવામાં મદદ મળે છે.
આમ તો સફરજન ફળોનો રાજા છે.આ ફળ સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. સફજનમાં બધા જ પોષક તત્વો મળશે, સફરજનમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને કેલેરી ખૂબ જ ઓછી હોય છે જેથી વેઇટ લોસમાં મદદ મળે છે. બ્લડ શુગર ઓછું કરવામાં, બોડીને ડિટોક્સ કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સફરજન ફાયદાકારક છે.