Monalisa Saree Look: ડીપનેક બ્લાઉઝ અને રેડ સાડી, મોનાલિસાનો જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
Monalisa Saree Look: ભોજપુરી સિનેમા બાદ ટીવી પર પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મોનાલિસાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોજપુરી ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી મોનાલિસા તેના અભિનયની સાથે તેના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેના પર હવે ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની આ સુંદર તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા લાલ બનારસી સાડીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ ખૂબ જ સુંદર છે.
મોનાલિસાએ ખુલ્લા વાંકડિયા વાળ, સેટલ મેકઅપ, કપાળ પર લાલ બિંદી અને મેચિંગ બંગડીઓ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે. આ તસવીરોમાં મોનાલિસા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ હવે ચાહકોનું દિલ જીતી રહ્યો છે.
એક ફોટોમાં મોનાલિસા તેની પીઠ સાથે કેમેરા તરફ પોઝ આપી રહી છે. જેમાં અભિનેત્રી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે મોનાલિસાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ભોજપુરી સિનેમાથી કરી હતી. પછી અભિનેત્રીને બિગ બોસથી વાસ્તવિક ઓળખ મળી.
આ શોમાં આવ્યા બાદ અભિનેત્રીએ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો અને પોતાની અલગ ઓળખ ઉભી કરી. અભિનેત્રીએ અત્યાર સુધી ઘણા હિટ શોમાં કામ કર્યું છે.