Ahmedabad Rain: માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ તસવીરો
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. ત્યારે બપોરના 12 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ચાંદખેડા વિસ્તારમાં ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે.
ડમરૂ સર્કલથી ત્રાગડ જવાના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હેલમેટ સર્કલ, નારણપુરા, સોલા રોડ, ભુયંગદેવ, મેઘાણીનગર, એસજી હાઈવે, ગોતા બ્રિજ, વેજલપુર, ચાંદલોડીયા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
દોઢ ઈંચ વરસાદથી મીઠાખળી અને પરિમલ અન્ડરપાસ બંધ કરવો પડ્યો હતો. વાસણા બેરેજના 28, 29 અને 30 નંબરનો ગેટ ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.