Bhool Bhulaiyaa 2 Trailer Lunch: કાર્તિક આર્યન સાથે બાઈક ઉપર કિયારાએ લીધી ધમાકેદાર એન્ટ્રી, જુઓ ફોટો
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પોતાની આગામી ફિલ્મ ભૂલ ભુલૈયા 2ના ટ્રેલર લેન્ચના કાર્યક્રમમાં ખુબ જ ખાસ અંદાજમાં નજરે પડ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ અક્ષય કુમારની 2007માં આવેલી ભૂલ ભુલૈયા ફિલ્મનો આગળનો ભાગ ભૂલ ભુલૈયા 2 છે. આ ફિલ્મમાં તબ્બૂએ પણ મહત્વની ભૂમિકા કરી છે.
જે રીતે તમે ફોટોમાં જોઈ શકો છો કે કાર્તિક અને કિયારા ઈવેન્ટમાં મોટરસાઈયકલ પર પહોચ્યા હતા અને બંને ખુબ સ્ટાઈલીશ દેખાઈ રહ્યા હતા.
કિયારાએ રેડ જેકેટ સાથે પ્લંજિંગ નેકલાઈન સાથે લાલ કલરનો શોર્ડ ડ્રેસ પહેર્યો હતો.
કાર્તિકે જેકેટ અને ટ્રાઉઝર સાથે બ્રાઉન કલરની લૂઝ ફિટિંગ ટી-શર્ટ અને સ્ટાઈલિશ સનગ્લાસ પહેર્યા હતાં.
કાર્તિક અને કિયારાએ ભૂલ ભુલૈયા 2ના ગેટ પર બાઈક સાથે અલગ-અલગ પોઝ આપ્યા હતા.
ફિલ્મમાં કાર્તિક આર્યનની જોરદાર કોમિક ટાઈમિંગ દેખાઈ રહી છે. આ સાથે કિયારા, રાજપાલ યાદવ જેવા સ્ટાર્સ પણ સ્ક્રિન પર સારા લાગી રહ્યા છે.
ભૂલ ભુલૈયા 2નું નિર્દેશન અનીસ બઝ્મીએ કર્યું છે. ફિલ્મમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બૂ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થશે.