Bhumi Pednekar : ભૂમિ પેડનેકર માત્ર ફિલ્મોમાં જ નહીં પણ આ બિઝનેસમાંથી કરે છે અઢળક કમાણી
તમે બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને પણ ઘણી ફિલ્મોમાં જોઈ હશે અને તેના અભિનયથી કંનવાઈલ થયા જ હશે. ભૂમિની ગણતરી આજના સમયમાં બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂમિ પેડનેકર ફર્સ્ટ જનરેશન એક્ટ્રેસ છે, એટલે કે તેના પહેલા તેના પરિવારમાંથી કોઈની ફિલ્મ કરિયર નહોતી. આ રીતે તેણે કોઈ પણ ગોડફાધર વગર પોતાની ઓળખ બનાવી છે.
ભૂમિ પેડનેકરનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તે એક અર્થમાં નસીબદાર હતી, પરંતુ તેનો સંઘર્ષ જ ઓછો થયો નહીં. તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો.
આર્ય વિદ્યા મંદિરમાંથી તેમના પ્રારંભિક અભ્યાસ પછી તેમણે અભિનય શીખવા માટે વ્હિસલિંગ વુડ્સ ઈન્ટરનેશનલમાં પ્રવેશ લીધો. પરંતુ ઓછી હાજરીને કારણે તેમણે અભ્યાસ છોડવો પડ્યો.
દમદાર અભિનયના દમ પર પોતાની ઓળખ બનાવનાર ભૂમિ માત્ર ફિલ્મોમાં કામ કરવા પુરતી સીમિત રહેવા માંગતી નથી. માટે જ તેણે અત્યારથી જ બિઝનેસમાં પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે.
ભૂમિ પેડનેકરે બિઝનેસ જગતમાં હોટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરથી શરૂઆત કરી છે. તેણે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ તેની અપડેટ શેર કરી છે.
તેણે ક્રોમ એશિયા હોસ્પિટાલિટીની પ્રથમ બુટિક હોટેલ KAIA માં રોકાણ કર્યું છે, જે ગોવામાં આવેલી છે. આ હોટલમાં 10 રૂમ અને 4 રૂમનો વિલા હશે. 30 હજાર સ્ક્વેર ફૂટમાં પ્રોપર્ટી તૈયાર કરવામાં આવી રહી છે.