Happy Birthday Chitrangada Singh: ફિલ્મોમાં આવ્યા પહેલા Chitrangada Singhના થઇ ચૂક્યા હતા લગ્ન
બોલિવૂડની ગ્લેમરસ અને કિલર એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ આજે તેનો 46મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ચિત્રાંગદા સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1976ના રોજ જોધપુરમાં થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીથી મોડલ તરીકે કરિયરની શરૂઆત કરનાર ચિત્રાંગદાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે અનેક જાહેરાતો અને મ્યુઝિક વીડિયોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે.
બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનારી ચિત્રાંગદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે.
ચિત્રાંગદાના બોલિવૂડ કરિયર પર નજર કરીએ તો બહુ ઓછા લોકો જાણતા હશે કે તે પહેલીવાર અલ્તાફ રાજાના આલ્બમ 'તુમ તો ઢહરે પરદેસી'માં જોવા મળી હતી. આ પછી તેણે 2003માં 'હઝારોં ખ્વાહિશે એસી'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
બાદમાં ચિત્રાંગદા 2008માં આવેલી ફિલ્મ 'સોરી ભાઈ'માં જોવા મળી હતી. તે 'યે સાલી જિંદગી', 'દેશી બોયઝ', 'આઈ મી ઔર મેં', 'ઈંકાર' અને 'બોબ બિશ્વાસ'માં જોવા મળી હતી. ફિલ્મ 'દેશી બોયઝ'માં અક્ષય કુમાર સાથેની ચિત્રાંગદાની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
વર્ષ 2015માં ચિત્રાંગદાએ અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'માં આઈટમ સોંગ 'આઓ રાજા' કરીને દર્શકોનું દિલ જીત્યું હતું. આ ગીતમાં તેના પર્ફોર્મન્સે બધાને ઘાયલ કરી દીધા હતા. આ ગીત તેની કારકિર્દીનું સૌથી સફળ ગીત છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિત્રાંગદાનું નામ એ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે જેમણે લગ્ન પછી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2001 માં ચિત્રાંગદાએ ભારતના પ્રખ્યાત ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. જો કે, હવે આ સંબંધ તૂટી ગયો છે અને તેમના છૂટાછેડા થઈ ગયા છે. તેણે 2014માં જ્યોતિ રંધાવાથી છૂટાછેડા લીધા હતા. આ કપલને એક પુત્ર પણ છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે