Amitabh Bachchan: આ ગુજરાતીએ અમેરિકામાં 60 લાખના ખર્ચે પોતાના ઘરે સ્થાપિત કર્યુ અમિતાભ બચ્ચનનું સ્ટેચ્યુ, માને છે ભગવાન, જુઓ તસવીરો
સોશલ મીડિયામાં હાલમાં બિગ બીની તસવીરો વાઇરલ થઈ છે. ભારતીય-અમેરિકન પરિવારે પોતાના નવા ઘરની બહાર અમિતાભ બચ્ચનનું મોટું સ્ટેચ્યૂ બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્ટેચ્યૂ કાચના બોક્સમાં રાખવામાં આવ્યું છે. ગોપી શેઠ તથા રિંકુએ પોતાનું આ નવું ઘર ન્યૂજર્સીના એડિસન સિટીમાં લીધું છે
ગોપી શેઠે અમિતાભ બચ્ચનના સ્ટેચ્યૂનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે 600 લોકો ભેગા થયા હતા. ગોપી શેઠના ઘરને 'લિટલ ઇન્ડિયા' પણ કહેવામાં આવે છે
કમ્યુનિટી લીડર આલ્બર્ટ જસાનીના હસ્તે સ્ટેચ્યૂ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂના અનાવરણ પ્રસંગે ભેગા થયેલા લોકોએ ડાન્સ કર્યો હતો અને ફટાકડા પણ ફોડ્યા હતા
ગોપી શેઠે કહ્યું કે તેઓ મારા તથા મારી પત્ની માટે ભગવાનથી સહેજેય ઉતરતા નથી. તેઓ માત્ર સ્ક્રીન પર જ નહીં, રિયલ લાઇફમાં પણ મને પ્રેરણા આપતા હોય છે.
તેઓ જાહેરમાં કેવી રીતે પોતાની જાતને સંભાળે છે, તેઓ કેવી રીતે બધા સાથે કમ્યુનિકેટ કરે છે. તે ઘણાં જ વિનમ્ર છે. તેઓ પોતાના ચાહકોનું ઘણું જ ધ્યાન રાખે છે. તેઓ બીજા સ્ટાર્સ જેવા બિલકુલ નથી. આ જ કારણે મેં મારા ઘરની બહાર તેમનું સ્ટેચ્યૂ મૂક્યું છે.
'સ્ટેચ્યૂમાં અમિતાભ બચ્ચન રિયાલિટી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની સ્ટાઇલમાં ખુરશી પર બેઠાં છે. આ સ્ટેચ્યૂ રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવ્યું છે.
. આ સ્ટેચ્યૂની કિંમત 75 હજાર અમેરિકન ડૉલર એટલે કે ભારતીય કિંમત મુજબ 60 લાખમાં તૈયાર કરાઈ છે.
ગોપી શેઠ મૂળ ગુજરાતના દાહોદના વતની છે. 1990માં તેઓ અમેરિકા ગયા હતા. તેઓ ઇન્ટરનેટ સિક્યોરિટી એન્જિનિયર છે
ગોપી શેઠના મતે, બિગ બીને તેમનું સ્ટેચ્યૂ મૂકાવવાનું છે, તે વાતની જાણ હતી. તેમણે કહ્યું હતું કે તે આટલા સન્માનના હકદાર નથી. ગોપી શેઠ તથા અમિતાભ 1991માં નવરાત્રિ દરમિયાન ન્યૂ જર્સીમાં પહેલી જ વાર મળ્યા હતા.